Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર સંરક્ષણ દીવાલનું કામ વર્કઓર્ડર મુજબ ન થતાં TDOએ કામ અટકાવ્યું

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત જિલ્લા આયોજન વિભાગની ગ્રાન્ટ માંથી પુર સરક્ષણની દીવાલ માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ આ દિવાલ જે સ્થળે બનાવવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો...
પૂર સંરક્ષણ દીવાલનું કામ વર્કઓર્ડર મુજબ ન થતાં tdoએ કામ અટકાવ્યું
Advertisement

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે 15% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત જિલ્લા આયોજન વિભાગની ગ્રાન્ટ માંથી પુર સરક્ષણની દીવાલ માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ આ દિવાલ જે સ્થળે બનાવવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને બદલે અન્ય જગ્યાએ પુર સરક્ષણ દીવાલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું જે તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

Advertisement

પંદર ટકા વિવેકાધિન જોગવાઈ અંતર્ગત જિલ્લા આયોજનની ગ્રાન્ટ માંથી હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમા સંરક્ષણ દિવાલ બનાવવા માટે બે લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી વક્તાપુર ગામના દરબાર સમાજ તરફથી વાલ્મિકી વસાહત મહાકાલી મંદિર તરફ આ સંરક્ષણ દિવાલ બનાવવા વર્ક ઓર્ડર તાલુકા પંચાયતની બાંધકામ શાખા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હતો જોકે વર્ક ઓર્ડરના નિયમો નેવે મૂકી વહીવટદાર નરેશભાઈ પરમાર દ્વારા અન્ય જગ્યાએ પુર સંરક્ષણ દિવાલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું જો કે આ મુદ્દો હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદિયાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી આ કામગીરી અટકાવી દીધી હતી અને સમગ્ર બાબતે જવાબદાર કોણ છે તે જાણવા તપાસના આદેશ આપ્યા હતા.

Advertisement

વહીવટદાર સામે કાર્યવાહી કરાશે

ટીડીઓ સરપંચની મુદત પૂર્ણ થતા હાલ વક્તાપુર ગામમા વહીવટદાર શાસન ચાલે છે અને વહીવટદાર તરીકે નરેશ પરમાર ફરજ બજાવી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે પૂર સંરક્ષણ દિવાલના કામ અંગે વહીવટદારની ચોક્કસ બેદરકારી સામે આવી હોય વહીવટદાર સામે પણ કડક કાર્યવાહી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવશે.

પંચાયતનો બાંધકામ વિભાગ પણ શંકાના દાયરામા

તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા જે પણ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામા આવે છે તે ગ્રામ પંચાયતની કચેરીને ઈસ્યુ કરવામા આવે છે અને તે માત્રને માત્ર સરપંચ,તલાટી અને વહીવટદારને જ આપી શકાય પરંતુ વકતાપુર પુર સરક્ષણ દિવાલની કામગીરીનો વર્ક ઓર્ડર તલાટી કે વહીવટદારને મળ્યો નથી તો આ વરક ઓર્ડર કચેરીમાંથી થર્ડ પાર્ટીએ કેવી રીતે મેળવી લીધો તે પણ એક તપાસનો વિષય છે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયતનો બાંધકામ વિભાગ પણ શંકાના દાયરામા છે.

Tags :
Advertisement

.

×