Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવકે ગલ્લા પરથી પૂછ્યા વગર ઉઠાવી 2 બીડી, ગલ્લાવાળાએ બેફામ મારી ઢીમ ઢાળી દીધું

અહેવાલઃ અર્જુનવાળા, ગીર-સોમનાથ નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલા ગણેશ પાન ગલ્લા પરથી યુવાને પૂછ્યા વિના બીડી લીધી હતી. જેથી ઉશ્કેરાયેલા દુકાનદારે યુવકને માર માર્યો હતો. જે બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો તાલાલા શહેરમાં...
યુવકે ગલ્લા પરથી પૂછ્યા વગર ઉઠાવી 2 બીડી  ગલ્લાવાળાએ બેફામ મારી ઢીમ ઢાળી દીધું
Advertisement

અહેવાલઃ અર્જુનવાળા, ગીર-સોમનાથ

નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલા ગણેશ પાન ગલ્લા પરથી યુવાને પૂછ્યા વિના બીડી લીધી હતી. જેથી ઉશ્કેરાયેલા દુકાનદારે યુવકને માર માર્યો હતો. જે બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો

Advertisement

તાલાલા શહેરમાં આ ઘટના ઘટી , જ્યાં એક સામાન્ય બાબતમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. જી હા, શહેરના પાનના ગલ્લા પર પૂછ્યા વગર બીડી લેતા યુવાનને દુકાનદારે ઢોર માર માર્યો હતો. જેના લીધે યુવકનું મોત નિપજ્યું છે. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

Advertisement

તાલાલા શહેરમાં આવેલ નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલ કડવા પાટીદાર સમાજ પાછળ રહેતા કલર કામની છૂટક મજૂરી કામ કરતા રાહુલગીરી ઉલ્લાસગીરી અપારનાથી (ઉ.વ.૨૫)એ આ વિસ્તારમાં આવેલ ગણેશ પાન નામની દુકાનમાંથી પૂછયા વગર બે બીડી લીધી હતી જે બાબતે બાબુ ભુપત ડાભીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વેપારી ઉશ્કેરાઈ ગયો અને ઉશ્કેરાયેલા વેપારીએ ઢીકાપાટુનો બેફામ માર મારતા ઢળી પડેલ યુવાનને શરીરના અંદરના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. જે બાદ તે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. જેથી બનાવ હત્યામાં પરિણમ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં સમગ્ર મામલે મૃતકના ભાઇ કૌશિકગીરીની ફરિયાદના આધારે પોલીસે આરોપી બાબુ ભુપત ડાભીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતે યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×