કોરોના મહામારીને લઇને આજે ભારત માટે છે સારા સમાચાર
કોરોનાને લઇને ભારત માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે આજે દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,997 નવા કેસ નોંધાયા છે જ્યારે 9 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના સંક્રàª
05:25 AM Oct 07, 2022 IST
|
Vipul Pandya
કોરોનાને લઇને ભારત માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે આજે દેશમાં કોરોનાના 2000 થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,997 નવા કેસ નોંધાયા છે જ્યારે 9 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના સંક્રમણના 2,529 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 12 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 532 નો ઘટાડો થયો છે. આ દરમિયાન 3,917 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 30,362 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 1920 નો ઘટાડો નોંધાયો છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,06,460 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,47,353 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,754 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.74 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.07 ટકાનો સમાવેશ થાય છે.
Next Article