Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાના ઈલેક્ટ્રોનિક માર્કેટ તરીકે ઓળખાતું બજાર બંધ, આ છે કારણ

કોરોનાનું ઉદ્ભવ સ્થાન અને હાલ આ મહામારી સામે ઝઝુમી રહેલા ચીને દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ હોલસેલ માર્કેટને (World largest Electronics Market) બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગત સોમવારે ચીનનું ટેક્નોલોજી હબ ગણાતું શેનઝેન (Shenzhen)ને હોલસેલ માર્કેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ માર્કેટનું ઘર એટલે કે, હુઆક્યાંગબી (Huaqiangbei) જિલ્લાના વેપારીઓને સત્તવાર આદેશ જાહેર કરી દેવાà
દુનિયાના ઈલેક્ટ્રોનિક માર્કેટ તરીકે ઓળખાતું બજાર બંધ  આ છે કારણ
Advertisement
કોરોનાનું ઉદ્ભવ સ્થાન અને હાલ આ મહામારી સામે ઝઝુમી રહેલા ચીને દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ હોલસેલ માર્કેટને (World largest Electronics Market) બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગત સોમવારે ચીનનું ટેક્નોલોજી હબ ગણાતું શેનઝેન (Shenzhen)ને હોલસેલ માર્કેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ માર્કેટનું ઘર એટલે કે, હુઆક્યાંગબી (Huaqiangbei) જિલ્લાના વેપારીઓને સત્તવાર આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ ગુરૂવાર સુધી માર્કેટ બંધ રહેશે, જેનાથી ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને અટકાવી શકાય. ચીનનું સૌથી મોટું હોલસેલ માર્કેટ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ જો વધારે દિવસ બંધ રહ્યું તો તેની અસર ભારત સહિત અન્ય માર્કેટમાં પણ પડશે.
ટેલિકોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ કંપની હુવેઈ ટેક્નોલોજીસ, (Huawei Technologies) ચીનની (China) ટોપ ચીપમેકર સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈન્ટરનેશનલ કોર્પ અને એપલ સપ્લાયર ફોક્સકોને પણ આ નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ કંપનીઓએ ક્લોઝ્ડ લૂપ સિસ્ટમ ફોલો કરવી પડશે જેનાથી પ્રોડક્શન શેડ્યૂલ ટ્રેક પર જળવાય રહે. કોરોનાના કારણે ચીનમાં જે માર્કેટને બંધ કરવામાં આવ્યું છે તેને ટેક્નોલોજી કંપનીઓના ઘર તરીકે ઓળખવામાં આવે છે. આ બજારમાં કોમ્પ્યુટરના પાર્ટસને લઈને મોબાઈલના નાના પાર્ટસ અને માઈક્રચિપની હજારો સ્ટોલ છે.
આ વિસ્તારમાં રહેતા લોકોને ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ છે. ત્યાંના લોકો માત્ર કોરોના ટેસ્ટ માટે જ ઘરની બહાર નિકળી શકે છે. આ એરિયામાં હાજર દરેક બિઝનેસને ગુરૂવાર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં માત્ર સુપર માર્કેટ, ફાર્મસી અને હોસ્પિટલ ખુલી રહી શકે છે. એ સિવાય તમામ દુકાનો  બંધ કરી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટ પણ બંધ છે, લોકો માત્ર ટેક અકઅવેની સેવા લઈ શકે છે. ચીનનું આ બજાર જો વધારે સમય માટે બંધ રહ્યું તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે.
Tags :
Advertisement

.

×