ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અનંતનાગમાં આતંકીઓ સામે લડતા ત્રણ જવાન શહીદ, આતંકીઓને તેમના જ વિસ્તારમાં જઇ ઘેરી લીધા હતા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ જણા શહીદ થયા છે.. જ્યારે એક જવાન લાપતા છે. કર્નલ મનપ્રીત સિંહ  મેજર આશિષ ધોનચાક અને જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડેપ્યૂટી...
09:21 AM Sep 14, 2023 IST | Vishal Dave
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ જણા શહીદ થયા છે.. જ્યારે એક જવાન લાપતા છે. કર્નલ મનપ્રીત સિંહ  મેજર આશિષ ધોનચાક અને જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડેપ્યૂટી...
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ જણા શહીદ થયા છે.. જ્યારે એક જવાન લાપતા છે. કર્નલ મનપ્રીત સિંહ  મેજર આશિષ ધોનચાક અને જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડેપ્યૂટી સુપ્રિટેન્ડેન્ટ હુમાયુ મજમ્મિલ ભટે  આતંકવાદીઓ સામે લડતા-લડતા  શહીદી વ્હોરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે  જમ્મુ અને કાશ્મીર પોલીસના નિવૃત્ત મહાનિરીક્ષક (IG) ગુલામ હસન ભટના પુત્ર હુમાયુ ભટ્ટનું ગોળી વાગ્યા બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ થયું હજુ બે મહિના પહેલાજ તેઓ પિતા બન્યા હતા..અને તેમના ત્યાં દીકરીએ જન્મ લીધો હતો.એક જવાન ગુમ છે જેના વિશે કોઇ જાણકારી મળી શકી નથી અને એવી આશંકા છે કે તે ગંભીર રીતે ઘાયલ હોઇ શકે છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે બહાદુર પોલીસ અને સૈન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે એક સંદેશમાં કહ્યું કે દોષિતોને ટૂંક સમયમાં ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ પ્રતિબંધિત રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી છે. અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓનું આ એ જ જૂથ છે જેણે 4 ઓગસ્ટના રોજ કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. વધુ અધિકારીઓએ જણાવ્યું કે ગરોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. આતંકવાદીઓને છુપાયાના સ્થળે જોવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ બુધવારે સવારે ફરીથી તેમની (આતંકવાદીઓ) શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
કર્નલ સિંહે પોતાની ટીમનું નેતૃત્વ કરતી વખતે આતંકીઓ પર હુમલો કર્યો હતો... જો કે, આતંકીઓના ફાયરિંગમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 12મી શીખ લાઇટ ઇન્ફન્ટ્રી (LI) સાથે જોડાયેલા કર્નલ સિંહને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ધોનક 15મી શીખ એલઆઈમાંથી આવતા હતા.. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધોનક અને હુમાયુ ભટને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ  થયા હતા, અને તેમનો જીવ બચી ન શક્યો
Tags :
AnantnagFightingJammu and KashmirmartyredsurroundedterroristsThree jawans
Next Article