Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2 હજારની નોટો બેંકમાં જમા કરાવવાનો આજે અંતિમ દિવસ, ATMમાં મધરાત 12 વાગ્યા સુધી આ સુવિધા રહેશે ઉપલબ્ધ

દેશમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાનો અથવા તો અન્ય નોટો લઇ તેને બદલવાનો આજે છેલ્લો દિવસ છે. 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની અથવા તો તેને અન્ય નોટો લઇ બદલવાની સુવિધા બેંકોમાં સાંજે 4 વાગ્યા સુધી અને એટીએમમાં ​​મધરાત 12 વાગ્યા...
2 હજારની નોટો બેંકમાં જમા કરાવવાનો આજે અંતિમ દિવસ  atmમાં મધરાત 12 વાગ્યા સુધી આ સુવિધા રહેશે ઉપલબ્ધ
Advertisement

દેશમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાનો અથવા તો અન્ય નોટો લઇ તેને બદલવાનો આજે છેલ્લો દિવસ છે. 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની અથવા તો તેને અન્ય નોટો લઇ બદલવાની સુવિધા બેંકોમાં સાંજે 4 વાગ્યા સુધી અને એટીએમમાં ​​મધરાત 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે 93 ટકા ચલણી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી હોવાનું કહ્યું હતું. 

Advertisement

આરબીઆઈએ 1 સપ્ટેમ્બરે કહ્યું હતું કે મેથી અત્યાર સુધીમાં લગભગ 93 ટકા ચલણી નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટોની કુલ કિંમત 3.32 લાખ કરોડ રૂપિયા હતી.

Advertisement

ડિમોનેટાઇઝેશન જેવી સ્થિતિ આ વખતે બની નથી
બેંક અધિકારીનું કહેવું છે કે આ વખતે ડિમોનેટાઈઝેશન જેવી સ્થિતિ જોવા મળી નથી. બેંકોમાં ખૂબ જ સરળતાથી નોટો બદલી શકાતી હતી. આ માટે 23 મેથી જ 600 વધારાના કર્મચારીઓને શાખાઓમાં રાખવામાં આવ્યા હતા. મે મહિનામાં એક દિવસમાં લગભગ 12 થી 15 કરોડ રૂપિયા બેંકોમાં પહોંચ્યા. જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ આંકડો વધીને રોજના સરેરાશ 18 થી 20 કરોડ થયો.

Tags :
Advertisement

.

×