ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ સબજેલમાં બે કેદીઓએ એસીડ પીધુ, સબજેલમાં સલામતી અને વ્યવસ્થાને લઇને ઉઠ્યા સવાલ

ગોંડલની બહુ ચર્ચિત સબજેલમાં ગતરાત્રીના કાચાકામના બે કેદીઓએ એસીડ પી લેતા બન્નેને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હમેંશા ચર્ચા મા રહેતી ગોંડલની સબજેલ ફરી ચર્ચિત બની છે. પ્રાપ્ત વિગત મુજબ ગતરાત્રી ના દોઢ કલાકે...
01:57 PM Aug 12, 2023 IST | Vishal Dave
ગોંડલની બહુ ચર્ચિત સબજેલમાં ગતરાત્રીના કાચાકામના બે કેદીઓએ એસીડ પી લેતા બન્નેને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હમેંશા ચર્ચા મા રહેતી ગોંડલની સબજેલ ફરી ચર્ચિત બની છે. પ્રાપ્ત વિગત મુજબ ગતરાત્રી ના દોઢ કલાકે...

ગોંડલની બહુ ચર્ચિત સબજેલમાં ગતરાત્રીના કાચાકામના બે કેદીઓએ એસીડ પી લેતા બન્નેને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હમેંશા ચર્ચા મા રહેતી ગોંડલની સબજેલ ફરી ચર્ચિત બની છે. પ્રાપ્ત વિગત મુજબ ગતરાત્રી ના દોઢ કલાકે જેલમાં રહેલા કાચાકામના કેદી ત્રિલોકીરામ ચમાર ઉ.૨૨ તથા કામેશ્ર્વરપ્રસાદ વિરપ્રસાદ ઉ.૨૫ ને ઉલ્ટીઓ થવા લાગતા જેલર રાજેન્દ્રસિંહ સોલંકી સહિત સ્ટાફ દોડી જઇ બન્ને કેદીઓને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.પરંતુ બન્ને ની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બન્ને કેદીઓએ સબજેલ મા એસીડ પી જઈ આત્મહત્યા નો પ્રયાસ કરતા સનસની મચી જવા પામી છે.અને સબજેલની સલામતી અને વ્યવસ્થા સામે પ્રશ્ર્નાથઁ સર્જાયા છે.

જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ બનાવ અંગે જણાવ્યું કે ત્રિલોકીરામ વર્ષ ૨૦૨૨ થી ગોંડલ સબજેલ મા છે.જેતપુર પોલીસ સ્ટેશન માં તેની સામે હત્યાનો ગુન્હો નોંધાયો છે.જ્યારે કામેશ્ર્વરપ્રસાદ કલમ ૩૭૬ પોકસો હેઠળ એપ્રીલ મહીના થી ગોંડલ સબજેલ મા છે.રાત્રે દોઢ વાગ્યે બન્ને ને ઉલ્ટીઓ થતા તબીયત લથડી હતી અને બન્ને ને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા.સફાઈ માટે રખાતા એસીડ ને ચોરીછુપી થી મેળવી આત્મહત્યા નો પ્રયાસ કર્યાનુ અનુમાન તેમણે વ્યક્ત કરાઇ રહ્યું છે. કયા કારણોસર બન્ને કેદીઓએ એસીડ પીધુ તથા એસીડ કોના દ્વારા મેળવ્યુ તે અંગે જેલ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

Tags :
aciddrankGondal sub-jailOrderprisonerssafetyTwo inmates
Next Article