257 કરોડના ખર્ચે તૈયાર થનારા મુરિંગ પ્લેસના પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન
અહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ
કચ્છના સંવેદનશીલ ક્રીક વિસ્તારમાં બીએસએફની વોટરવિંગ દ્વારા કોટેશ્વર ખાતે મુરિંગ પ્લેસ બનાવવામાં આવનાર છે જે પ્રોજેકટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.રૂપિયા 257 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આગામી બે વર્ષમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ જાય તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
અમિત શાહે મૂરીંગ પ્લેસની વિશેષતાઓ જણાવતાં કહ્યું કે આ યુનિટ હરામીનાળાથી ગુજરાતની તમામ બોર્ડર સુધી કામ કરી રહેલી વોટર વિંગને થશે. 28 કિલોમીટર લાંબો 101 કરોડના ખર્ચે ચિડિયા મોડથી ભેડિયા બેટ સુધી રીંગ રોડ બનાવવામાં આવ્યો. ભારત પાકિસ્તાન બટવારામાં બીએસએફને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરની જવાબદારી મળી. બીએસએફની ચુસ્તતા પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડરને અનુરૂપ છે અને સક્ષમ પણ છે. ભારતમાં જલ થલ આકાશ ત્રણેય માર્ગનું કાર્ય કરવાનું સામર્થ્ય બીએસએફના જવાનોમાં છે. -43 ડિગ્રી 43 ડિગ્રી સુધી બીએસએફના જવાનો દેશની સુરક્ષા કરે છે. દુર્ગમ ક્ષેત્રમાં બીએસએફના જવાનોએ પરિસ્થિતિને નથી જોયું માત્ર દુશ્મન પર નજર રાખીને દેશની સુરક્ષા કરી છે.