Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પ પર ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે આપ્યું રાજીનામું

US Kimberly Cheatle: આજરોજ United States Secret Service ના ડિરેક્ટર Kimberly Cheatle એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે 22 જુલાઈના રોજ તેમણે સાંસદોઓની સમક્ષ સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ની હત્યાનો પ્રયાસ 1981 માં તત્કાલિન...
ટ્રમ્પ પર ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે આપ્યું રાજીનામું
Advertisement

US Kimberly Cheatle: આજરોજ United States Secret Service ના ડિરેક્ટર Kimberly Cheatle એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે 22 જુલાઈના રોજ તેમણે સાંસદોઓની સમક્ષ સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ની હત્યાનો પ્રયાસ 1981 માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ગોળીબાર પછીની આ સૌથી ગંભીર સુરક્ષામાં ખામી રહી હતી.

  • US Secret Service ની સૌથી મોટી સુરક્ષામાં નિષ્ફળતા ગણાવી

  • US Secret Service નું મિશન નેતાઓનું રક્ષણ કરવાનું

  • રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું

જોકે Donald Trump હત્યાના પ્રયાસ અંગે હાઉસ ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટી કમિટી સમક્ષ હાજરી દરમિયાન Kimberly Cheatle એ આ વાત સ્વીકારી હતી, જેમાં તેમને બે ભારતીય અમેરિકન સાંસદો રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્ના સહિત સંસદના વિવિધ સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. Kimberly Cheatle એ કહ્યું કે તેમની એજન્સી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ને બચાવવાના તેના મિશનમાં નિષ્ફળ રહી છે.

Advertisement

Advertisement

US Secret Service નું મિશન નેતાઓનું રક્ષણ કરવાનું

Kimberly એ Donald Trump પરના હુમલાને આ દાયકાની US Secret Service ની સૌથી મોટી સુરક્ષામાં નિષ્ફળતા ગણાવી છે. Kimberly એ કબૂલ્યું હતું કે Donald Trump ની ગોળીબાર પહેલા એજન્સીને પૂર્વ રાષ્ટ્રપતિની રેલીમાં શંકાસ્પદ વ્યક્તિની હાજરી વિશે બેથી પાંચ વખત જાણ કરવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તે પેન્સિલવેનિયા રેલીમાં સુરક્ષા નિષ્ફળતા માટે સંપૂર્ણ જવાબદારી લે છે. US Secret Service નું મિશન આપણા દેશના નેતાઓનું રક્ષણ કરવાનું છે. તો એજન્સી 13 જુલાઈએ નિષ્ફળ રહી હતી.

રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું

નોંધનીય છે કે 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક બંદૂકધારીએ 78 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ગોળી Donald Trump ના જમણા કાનને અડીને બહાર નીકળી ગઈ હતી, જ્યારે રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો US Secret Service ના સુરક્ષા અધિકારીઓ દ્વારા હુમલાખોરનું સ્થળ પર જ મોત થયું હતું.

આ પણ વાંચો: France Rape Case: પેરિસ ઓલિમ્પિક જોવા આવેલી મહિલા સાથે થયો Gangrape , CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×