ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vibrant Gujarat Global Trade Show 2024 -આયુષ્યમાન ભારત યોજના

Vibrant Gujarat Global Trade Show 2024-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 એટલે દેશનો સૌથી વિશાલ શો. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા...
05:07 PM Jan 13, 2024 IST | Kanu Jani
Vibrant Gujarat Global Trade Show 2024-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 એટલે દેશનો સૌથી વિશાલ શો. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા...

Vibrant Gujarat Global Trade Show 2024-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 એટલે દેશનો સૌથી વિશાલ શો. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે.

આ યોજનાનો લાભ લેવા કાર્ડ કેવી રીતે બનાવી શકાય અને આ યોજના હેઠળ કોને કોને લાભ મળે તેની સંપૂર્ણ માહિતી Vibrant Gujarat Global Trade Show 2024ના  ડોમ નંબર-૭માનો  આયુષ્યમાન ભારતના પેવેલિયનમાં ઉપલબ્ધ કરાવવામાં  આવી છે.     જેની  માહીતી  માટે  મુલાકાતીઓએ  વ્યાપક  પૃચ્છા  કરી માહિતી મેળવવા  ઉત્સુકતા  દાખવી  હતી.

પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના વિશ્વની સૌથી મોટી સાર્વજનિક સ્વાસ્થ્ય આશ્વાસન યોજના છે. આ યોજના પ્રારંભ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 6.2 કરોડથી વધુ નાગરિકોની વિનામૂલ્યે સારવાર વિવિધ હોસ્પીટલોમાં થઈ છે.12 કરોડથી વધુ પરિવારોને આ કાર્ડ ઉપલબ્ધ કરાયા છે.જ

Vibrant Gujarat Global Trade Show 2024 ખાતે ડોમ નંબર- 7માં આ યોજનાની તમામ વિગતો ઉપલબ્ધ છે. જેમાં ઘરે બેઠા કઈ રીતે આયુષ્યમાન કાર્ડ કઢાવી શકાય અને તેનો લાભ લઈ શકાય તેની વિગતોથી મુલાકાતઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મૈત્રી ક્યુબની વિગતો પણ આ ડોમમાં રસપ્રદ રીતે દર્શાવાઇ છે.

કોરોના જેવી મહામારીએ સ્વાસ્થ્ય આપદાઓ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે આ આરોગ્ય મૈત્રી ક્યુબ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે ગમે ત્યાં કોઈપણ સંજોગોમાં મોબાઈલ હોસ્પિટલ ઊભી કરવાની ક્ષમતા રાખે છે. માત્ર ગણતરીના સમયમાં 200 બેડની હોસ્પિટલ ઉભી કરવાની ક્ષમતા ધરાવતું આ આરોગ્ય મૈત્રી ક્યુબ ત્રણ વર્ષની મહેનત બાદ ભારત સરકારના ઉપક્રમ એચ.એલ . એલ લાઇફ કેર દ્વારા સંશોધિત કરાયું છે.

આ પણ વાંચો: VGGS 2024- સફળતાનો જશ લેવાનો હક તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને 

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AAYUSHMAN YOJNANarendra ModiVibrant GujaratVibrant Gujarat Global Trade Show 2024
Next Article