ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ટાઇમ પર ન પહોંચી પત્ની, પતિએ એરપોર્ટ પર છોડી એકલાજ ફ્લાઇટ પકડી લીધી, લોકોએ કહ્યું બિલકુલ બરાબર કર્યુ

પુરુષોને સ્ત્રીઓની એક આદત બિલકુલ પસંદ નથી હોતી. હવે તમે વિચારતા હશો કે આ કઈ આદત છે. આ આદત છે દરેક જગ્યાએ સમયસર પહોંચવામાં મોડુ કરવાની.. આ સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે કે પાર્ટનર સમયસર હોય પરંતુ તે એટલું...
08:51 AM Sep 27, 2023 IST | Vishal Dave
પુરુષોને સ્ત્રીઓની એક આદત બિલકુલ પસંદ નથી હોતી. હવે તમે વિચારતા હશો કે આ કઈ આદત છે. આ આદત છે દરેક જગ્યાએ સમયસર પહોંચવામાં મોડુ કરવાની.. આ સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે કે પાર્ટનર સમયસર હોય પરંતુ તે એટલું...
પુરુષોને સ્ત્રીઓની એક આદત બિલકુલ પસંદ નથી હોતી. હવે તમે વિચારતા હશો કે આ કઈ આદત છે. આ આદત છે દરેક જગ્યાએ સમયસર પહોંચવામાં મોડુ કરવાની.. આ સમસ્યા મોટાભાગની મહિલાઓમાં જોવા મળે છે કે પાર્ટનર સમયસર હોય પરંતુ તે એટલું મોડુ કરે કે પછી જે કામ માટે જતા હોય તે અટકી પડે અથવા તો જવાનો કોઇ મતલબ ન રહે..
મોટાભાગના પતિઓ આનાથી ચિડાઈ જાય છે. આવું જ કંઈક પેસિફિક નોર્થવેસ્ટમાં રહેતા એક વ્યક્તિ સાથે થયું.
એન્ટ્રી ગેટ પર જ પત્નીએ કહ્યું કે તેને સ્ટારબક્સ કોફી પીવી છે
47 વર્ષીય વ્યક્તિને તેની પુત્રીને મળવા માટે બીજા રાજ્યમાં જવાનું હતું. તેથી, તેણે પોતાના માટે અને પોતાની પત્ની માટે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી હતી. ફ્લાઈટ પકડવા માટે બંને એકસાથે એરપોર્ટ પહોંચ્યા. જોકે, એન્ટ્રી ગેટ પર જ પત્નીએ કહ્યું કે તેને સ્ટારબક્સ કોફી પીવી છે. તે વ્યક્તિએ તેને કોફી માટે સ્ટારબક્સ જવાની મંજૂરી આપી અને ફ્લાઇટ ઉપડતા પહેલા આવવા કહ્યું.
પત્નીએ સ્ટારબક્સ કોફી માટે વિલંબ કર્યો
તે માણસ લાંબા સમય સુધી તેની પત્નીની રાહ જોતો હતો. પણ તે ન આવી.પછી ફ્લાઇટ પકડવા માટે છેલ્લો કોલ આવ્યો.તે માણસ હજુ રાહ જોતો રહ્યો,પણ તે હજુ આવ્યો નહિ. તેણે તેની પત્નીને ઘણી વાર ફોન પણ કર્યો,પણ કોઈ જવાબ ન મળ્યો. એરલાઇનના ક્રૂએ પુરુષને કહ્યું કે કાં તો તેની પત્ની સાથે અહીં રહે અથવા એકલા જ ફ્લાઇટ પકડે. જે બાદ વ્યક્તિએ નક્કી કર્યું કે તે એકલો જ ફ્લાઈટ પકડશે. પત્ની એરપોર્ટ પર સ્ટારબક્સ કોફી પી રહી હતી, જ્યારે તે વ્યક્તિ ફ્લાઈટમાં બેસીને તેની પુત્રીને મળવા નીકળી ગયો. આ પછી વ્યક્તિએ તેની પત્નીને ફોન કર્યો અને તેને બીજી ફ્લાઈટ બુક કરીને આવવા કહ્યું.
લોકોએ તે વ્યક્તિને ટેકો આપ્યો
વ્યક્તિએ કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે તેની પત્નીએ મોડું કર્યું હોય. તે આ પહેલા પણ ઘણી વખત આવું કરી ચુકી છે, જેના કારણે તે ફ્લાઇટ ચૂકી ગઈ હતી. તે વ્યક્તિએ Reddit પર લોકોને પૂછ્યું કે શું તે તેની પત્નીને એરપોર્ટ પર છોડવામાં ખોટું હતું કે પછી તેને છોડીને ફ્લાઇટ લેવાનો તેનો નિર્ણય યોગ્ય હતો? વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલા આ સવાલના જવાબમાં ઘણા લોકોએ કહ્યું કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. પત્નીને પાઠ ભણાવવાની જરૂર હતી. કારણ કે તેણે આવું ઘણી વખત કર્યું હતું.
Tags :
airporthusbandleft Wifereachtimewife
Next Article