ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) ખાતે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી

Regional Science Centre - રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) ખાતે શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના સહયોગથી વિશ્વ બ્રેલ દિવસWorld Braille Day ની ઉજવણી કરાઈ Regional Science Centre – રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યશીલ...
04:43 PM Jan 04, 2024 IST | Kanu Jani
Regional Science Centre - રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) ખાતે શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના સહયોગથી વિશ્વ બ્રેલ દિવસWorld Braille Day ની ઉજવણી કરાઈ Regional Science Centre – રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યશીલ...

Regional Science Centre - રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) ખાતે શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના સહયોગથી વિશ્વ બ્રેલ દિવસWorld Braille Day ની ઉજવણી કરાઈ

Regional Science Centre – રાજકોટ (સાયન્સ સિટી-રાજકોટ) વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યશીલ છે અને આ આશયથી વિવિધ વિજ્ઞાન આધારિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરતુ રહે છે. તારીખ ૪ જાન્યુઆરી એ વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે વિશ્વભારમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વપરાતી લેખન અને વાંચન લીપી કે જેને બ્રેઈલ લીપી તરીકે ઓળખવામાં આવે છે, તેના શોધક લુઈસ બ્રેઈલનો જન્મદિવસ છે. આજના દિવસે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે રાજકોટની શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ સંસ્થાના સહયોગથી વિશ્વ બ્રેઈલ દિવસ World Braille Day ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા લાઈવ નિદર્શન કરવામાં આવ્યું.

લૂઇ બ્રેઇલ (૪ જાન્યુઆરી ૧૮૦૯ - ૬ જાન્યુઆરી ૧૮૫૨) ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા, જેમણે અંધજનો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ 'બ્રેઇલ' તરીકે પ્રખ્યાત છે. ફ્રાન્સમાં જન્મેલા, લૂઇસ બ્રેઇલ અંધ માટે જ્ઞાનની આંખ બન્યા. તેઓ પોતે પણ અંધ હતા. બ્રેઇલ લીપી એ દરેક અક્ષર અને સંખ્યા અને સંગીત, ગાણિતિક અને વૈજ્ઞાનિક પ્રતીકોને દર્શાવવા માટે છ બિંદુઓનો ઉપયોગ કરીને મૂળાક્ષરો અને સંખ્યાત્મક પ્રતીકોનું સ્પર્શેન્દ્રિય પ્રતિનિધિત્વ છે. બ્રેઈલ લીપીનો ઉપયોગ અંધ અને આંશિક દૃષ્ટિ ધરાવતા લોકો દ્વારા વિઝ્યુઅલ ફોન્ટમાં છપાયેલા પુસ્તકો અને સામયિકો વાંચવા માટે કરવામાં આવે છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે રાજકોટની શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ સંસ્થાના સહયોગથી આયોજીત World Braille Day કાર્યક્રમમાં ૨૫૦ થી વધું વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના પ્રિન્સીપાલશ્રી હિમ્રેશાબેન રાયચુરા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ સાથે હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત લુઈસ બ્રેઈલને આભાર વ્યક્ત કરતી પ્રાર્થના સાથે થઇ હતી જેમાં વિદ્યાર્થીનીઓએ સમૂહમાં પ્રાર્થના ગઈ હતી ત્યારબાદ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં પુસ્તક માંથી વાચી સંભળાવ્યું હતું. ત્યારબાદ બ્રેઈલ લીપી ટાઈપ રાઈટર પર બ્રેઈલ લીપી ટાઈપ કરીને લાઈવ બતાવી હતી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓના નામો પણ ટાઈપ કરી આપ્યા હતા. તેઓની કુશળતા જોઈને સમગ્ર લોકો અચંભિત થઇ ગયા હતા.

હિમ્રેશાબેન દ્વારા બ્રેઈલ લેખનની વિવિધ પદ્ધત્તિઓ અને સાધનોનું જીવંત નિદર્શન કરી અને તેની પાછળનું વિજ્ઞાન સમજાવ્યું હતું. આ ઉપરાંત કેવી રીતે વિદ્યાર્થીનીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ અભ્યાસ કરે છે અને કેવી રીતે નોકરી અથવા રોજગારી હાસિલ કરે છે તે માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સામાન્ય લોકોને માહિતગર કર્યા હતા. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની કુશળતા જોઈને સમગ્ર માહોલ પ્રેરણા અને આશ્ચર્યથી સભર થઇ ગયો હતો અને તાળીઓના ગળગળાટ સાથે વધાવી હતી.

પ્રજ્ઞાચક્ષુ લોકો જે રીતે ભણતર મેળવે છે અને જે રીતે બ્રેઈલ ભાષાનો ઉપયોગ થાય છે અને જે રીતે કારકિર્દી ઘડે છે તે જોઈને યુવાધન પ્રેરિત થાય અને ભવિષ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે કોઈ ઉપયોગી શોધખોળ કરવા પ્રેરિત થાય અને ચક્ષુદાનનો સંકલ્પ લે તે માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટરે World Braille Day કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા હતા

આ પણ વાંચો: CJI શ્રી ડી.વાય ચંદ્રચુડ રાજકોટ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે 

Tags :
World Braille Day
Next Article