ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એશિયન ગેમ્સમાં કચ્છના યુવાન હૃદય છેડાએ અશ્વારોહણમાં ગોલ્ડ જીતતા કચ્છી વિશા ઓશવાળ સમાજમાં ખુશીની લહેર

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ ભારતના અનેક ખેલાડી વિશ્વ લેવલે ખેલકુદમાં આગળ આવ્યા છે.. જે ગૌરવની વાત કહી શકાય તેમ છે. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં કચ્છી વિશા ઓશવાળ સમાજના  મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરાના  અને હાલમાં મુંબઈમાં વિલે પાર્લાના રહેવાસી...
10:24 AM Sep 27, 2023 IST | Vishal Dave
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ ભારતના અનેક ખેલાડી વિશ્વ લેવલે ખેલકુદમાં આગળ આવ્યા છે.. જે ગૌરવની વાત કહી શકાય તેમ છે. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં કચ્છી વિશા ઓશવાળ સમાજના  મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરાના  અને હાલમાં મુંબઈમાં વિલે પાર્લાના રહેવાસી...
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
ભારતના અનેક ખેલાડી વિશ્વ લેવલે ખેલકુદમાં આગળ આવ્યા છે.. જે ગૌરવની વાત કહી શકાય તેમ છે. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં કચ્છી વિશા ઓશવાળ સમાજના  મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના કાંડાગરાના  અને હાલમાં મુંબઈમાં વિલે પાર્લાના રહેવાસી હૃદય વિપુલ છેડાએ અશ્વારોહણમાં ગોલ્ડ મેડલ જીતતાં  સમગ્ર કચ્છી વિશા ઓશવાળ સમાજમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે.
હૃદયે એશિયન ગેમ્સની 19મી આવૃત્તિમાં ડ્રેસેજ શ્રેણીમાં ભાગ લેવા માટે ત્રણ મહિના સુધી જર્મનીમાં તાલીમ લીધી હતી. જમનાબાઈ નરસી સ્કૂલનો વિદ્યાર્થી હૃદય છ વર્ષનો હતો ત્યારથી અશ્વારોહણમાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.તેણે સ્થાનિક, પ્રાદેશિક અને પછી યુવા સ્તરીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પિતા વિપુલ છેડા પ્લાયવૂડનો વેપાર કરે છે. માતા પ્રિયાનું અવસાન થયું છે. તે વિપુલ છેડાનો એકનો એક દીકરો છે,
એઆરસી મુંબઈના રાઈડર હૃદયે પેમફાઉ ડ્રેસેજના કોરેન્ટિન પોટ્ટિયર અને કેમિલ જુડેટ ચેરેટ પાસેથી કોચિંગ કર્યું હતું અને તેના અશ્વ એમરલ્ડના માલિક આઈસ વેન ક્રેનેનબ્રોકે તેને મૂલ્યવાન સહાય પૂરી પાડી હતી. આ સ્પર્ધામાં યજમાન ચીન સાથે હોંગ કોંગ, મલેશિયાના સપર્ધકો પણ હતા. તેમની વચ્ચે હૃદય અને ટીમે ગોલ્ડ મેડલ જીતવાની મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૃદયે મુંબઈ, પુણે, બેંગલોર, જર્મની અને ફ્રાન્સમાં તાલીમ લીધી હતી. કચ્છના જૈન સમાજના આગેવાન જીગર છેડાએ જણાવ્યું હતું કે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવે એ અમારા સમાજ અને દેશ  માટે  ગૌરવની વાત છે . આજે હૃદયની જીતથી ખુશી ફેલાઈ છે.
Tags :
Asian GamesequestrianGoldHappinessKutchKutch Visha Oshwal societywavewinsyoung
Next Article