Amreli Rain : ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચુક્યુ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા ગીર વિસ્તારમાં સતત બીજા દિવસે મેઘરાજાએ મેઘ મહેર કરતા ખેડૂતોના મુખ પર ખુશી જોવા મળી રહી છે.
Amreli Rain : ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ચુક્યુ છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા ગીર વિસ્તારમાં સતત બીજા દિવસે મેઘરાજાએ મેઘ મહેર કરતા ખેડૂતોના મુખ પર ખુશી જોવા મળી રહી છે. જો કે ખાંભાના ખડાધાર, બોરાળા અને હનુમાનપુર સહિતના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખડાધાર ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોને ભારે વરસાદની અસર જોવા મળી હતી.
Amreli Rain : વડિયા પંથકના વાતાવરણમાં પલટો
બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના વડિયા પંથકમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરવાડા હનુમાન, ખીજડિયા અને ખાખરીયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા જગતના તાત આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આજે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Bhavnagar News: પાલિતાણામાં કરોડોનો પાણીનો ટાંકો બન્યો ‘શોભાના ગાંઠિયા’ સમાન, તંત્રની બેદરકારીથી પ્રજાના ટેક્સના પૈસા વેડફાયા