Amreli Lion Death News: અમરેલી જિલ્લામાંથી સિંહના મોતને લઈને વધુ એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે વન વિભાગની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થયા છે. જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની સીમમાંથી માત્ર એક માસના માસૂમ સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Amreli Lion Death News: અમરેલી જિલ્લામાંથી સિંહના મોતને લઈને વધુ એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે વન વિભાગની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થયા છે. જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની સીમમાંથી માત્ર એક માસના માસૂમ સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ, આ સિંહબાળ સ્થાનિક એક ખેડૂતના ખેતરમાં લગાવવામાં આવેલી જાળીમાં અચાનક ફસાઈ ગયું હતું. જાળીમાંથી બહાર નીકળવાના પ્રયાસ દરમિયાન તેનું ગળું ફસાઈ જવાથી દબાઈ ગયું હતું, જેને કારણે શ્વાસ રૂંધાવાથી આ માસૂમ સિંહબાળનું કરુણ મોત નીપજ્યું હતું.
Amreli માં વધુ એક સિંહબાળના મૃત્યુથી ખળભળાટ
આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક વન વિભાગની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. સિંહબાળનું મોત થયાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલાને લોકોની નજરમાંથી છુપાવવા અને ઘટનાને દબાવી દેવાનો એડીચોટીનું જોર લગાવીને પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગીરના જંગલો અને આસપાસના વિસ્તારોમાં એશિયા સિંહોની સુરક્ષા માટે મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત એ છે કે સુરક્ષાના અભાવે અવારનવાર વન્યપ્રાણીઓ આવા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે અને તંત્ર દ્વારા પારદર્શક તપાસ કરવાના બદલે માહિતી છુપાવવાની કોશિશ કરવામાં આવે છે.
વનવિભાગની ભૂમિકા સવાલોના ઘેરામાં
આ ઘટનાએ ફરી એકવાર વન્યજીવ પ્રેમીઓ અને પ્રકૃતિવિદોમાં ભારે રોષ ફેલાવ્યો છે. એક માસના નાનકડા સિંહબાળના અકાળે અવસાનથી વન્યજીવ સંરક્ષણ સામે ગંભીર જોખમો ઉજાગર થયા છે. ખેતરોમાં સુરક્ષાના નામે લગાવવામાં આવતી ઘાતક જાળીઓ હવે નિર્દોષ વન્યપ્રાણીઓ માટે ઘાતક ફાંસીઘર સાબિત થઈ રહી છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ હાથ ધરીને ઘટનાને દબાવવા પ્રયાસ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad Rickshaw Strike: અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળનો બીજો દિવસ, એરપોર્ટ પર મુસાફરો બેહાલ, ડબલ ભાડાની માંગ