Amreli: માનવ પર હુમલાની ઘટના બાદ 28 સિંહને પાંજરે પૂરતા વિવાદ, સિંહ પ્રેમીઓનો સવાલ ક્યાં લઈ જશો?
અમરેલીમાં માનવ મૃત્યુના બનાવો બાદ વન વિભાગે રેવન્યુ વિસ્તારમાંથી 28 જેટલા સિંહને પાંજરે પૂરતા વિવાદ વકર્યો છે. સિંહ પ્રેમીઓ આરોપ લગાવી રહ્યા છે કે કોઈ સ્પષ્ટ SOP કે વાઈલ્ડ લાઈફ એક્ટના પાલન વગર આ કાર્યવાહી થઈ રહી છે. પકડાયેલા સિંહોને જંગલમાં છોડવાથી સિંહો વચ્ચે આંતરિક ઘર્ષણનું જોખમ છે, જેથી સરકાર અને વનતંત્ર પાસે આ મામલે સ્પષ્ટતાની માગ કરવામાં આવી છે.
Advertisement
Amreli News: એશિયાટિક સિંહો (Asiatic Lions) માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ચર્ચિત ઓપરેશનમાં વન વિભાગે (Forest Department) મોટું પગલું ભર્યું છે. માનવ મૃત્યુ (Human Death) ના બનાવો બાદ વનતંત્ર સફાળું જાગ્યું છે અને રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડવાની કામગીરી તેજ બનાવી દીધી છે.

