Amreli: શેડુભારમાં રેલવે કામગીરી બાદ ખેડૂતો પરેશાન, તંત્ર સામે ભારે રોષ, જાણો શું કરી રહ્યા છે માગ?
અમરેલીના શેડુભાર ગામે રેલવે અંડરબ્રિજ બાદ વરસાદી કાંપને લીધે ખેતીના મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. ખેડૂતોને ટ્રેક્ટર લઈ જવા ભારે મુશ્કેલી પડતા વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા શેડુભારથી જરખીયા સુધીના રસ્તાને સીસી રોડમાં રૂપાંતરિત કરવા કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે, કારણ કે હાલની કામચલાઉ સફાઈથી સમસ્યા યથાવત છે.
Advertisement
Amreli Farmers News: અમરેલી જિલ્લાના શેડુભાર (Shedubhar) ગામમાં રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલા રેલવે અંડરબ્રિજ (Railway Underbridge) અને નાળાના નિર્માણ બાદ સ્થાનિક ખેડૂતો માટે એક મોટી મુસીબત ઊભી થઈ છે. વરસાદી પાણી સાથે ઘસી આવતા કાંપને કારણે ખેતરમાં જવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બિસ્માર બની ગયો છે. આ સમસ્યાને કારણે આશરે 2500 થી 4000 વિઘા ખેતીલાયક જમીન સુધી પહોંચવું ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયું છે.

