Gujarat First ની નવી પહેલને અમરેલી કલેક્ટરની શુભેચ્છા, ગામડાં-શહેરોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ
સૌરાષ્ટ્રના ગામડાઓ અને શહેરોમાંથી ઉઠતા લોકોના પ્રશ્નોને હવે વધુ મજબૂત રીતે રજૂ કરવાનો પ્રયાસ શરૂ થયો છે. ગુજરાત ફર્સ્ટની નવી પહેલને અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આવકારીને ટીમને શુભેચ્છા પાઠવી છે. આ પહેલથી સ્થાનિક સમસ્યાઓ અને જનતાના પ્રશ્નોને યોગ્ય મંચ મળવાની સાથે સરકારી તંત્ર સુધી પહોંચાડવાનો માર્ગ પણ વધુ અસરકારક બની શકે છે. કલેક્ટરે આ પહેલ અંગે શું કહ્યું, તે પણ મહત્વનું છે.
Advertisement
Gujarat First New Initiative : અમરેલી જિલ્લામાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પહેલને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આવકારી છે. સૌરાષ્ટ્રના ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકોની સમસ્યાઓને યોગ્ય પ્લેટફોર્મ આપીને તેને સરકાર અને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાના પ્રયાસને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા.

