Amreli Payal Goti case : પાયલ ગોટી લેટરકાંડમાં NHRC નો મહત્વનો નિર્ણય, પાયલ ગોટીને મળશે રુ.7.50 લાખ!
Amreli Payal Goti case : અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી લેટરપેડ વિવાદ અને તે બાદ પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડના આ પ્રકરણમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા.
Advertisement
Amreli Payal Goti case : અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી લેટરપેડ વિવાદ અને તે બાદ પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડના આ પ્રકરણમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. લાંબી કાનૂની લડત અને જાન્યુઆરી 2025 માં જામીન મળ્યા બાદ પાયલે સ્થાનિક પોલીસ પર રૂમમાં પૂરી રાખીને પગમાં પટ્ટા મારવા જેવા ગંભીર અને અમાનવીય અત્યાચારના આક્ષેપો કર્યા હતા, જેણે રાજકીય અને સામાજિક સ્તરે ભારે હોબાળો મચાવ્યો હતો.

