Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli: ખાંભામાં પોલીસની મોટી કાર્યવાહી, દેશી બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશના શખ્સને પકડ્યો

Amreli ના ખાંભામાં પોલીસે મધ્યપ્રદેશના એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. હથિયારની ડિલિવરી પહેલાં જ પોલીસે આરોપીને પકડી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ હથિયારના સ્ત્રોત અને તેની સાથે જોડાયેલા સમગ્ર ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે.
amreli  ખાંભામાં પોલીસની મોટી કાર્યવાહી  દેશી બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશના શખ્સને પકડ્યો
Advertisement

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન (Khambha Police Station) વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસે સપાટો બોલાવ્યો છે. ખાંભા પોલીસના ડેડાણ આઉટપોસ્ટને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી મધ્યપ્રદેશના મહમદ શેખ નામના શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને આરોપી પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

Tags :
Advertisement

.

×