Amreli જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ
અમરેલીમાં ભારે વરસાદના રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સમુદ્રમાં તોફાની મોજા અને હાઈટાઈડની સ્થિતિ વચ્ચે તંત્ર પળેપળની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓને જોતા કાંઠા વિસ્તારના ગામડાઓને પણ એલર્ટ કરાયા છે.
Advertisement
Heavy Rain Forecast In Amreli: ગુજરાતમાં ચોમાસા (Monsoon) ના આગમન સાથે જ હવે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા અમરેલી (Amreli) જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણીને પગલે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા માટે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે.

