Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand Visa Fraud Case: ચરોતરમાં વિઝા કૌભાંડ, નેધરલેન્ડ મોકલવાના નામે 6 યુવાનો સાથે 10.56 લાખની છેતરપિંડી

Anand Visa Fraud Case: આણંદ (Anand) ના ચરોતરમાં નેધરલેન્ડ (Netherlands) ના વર્ક વિઝાના નામે 6 યુવાનો સાથે 10.56 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. માલવ ભુપેશ પટેલ (Malav Bhupesh Patel) ની ફરિયાદના આધારે પોલીસે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેનગીરી ગોસ્વામી (Hirengiri Goswami), ખંભાત ભાજપ યુવા મોરચાના મંત્રી ચિરાગ ડોડીયા (Chirag Dodiya) અને દિવ્યેશ પટેલ (Divyesh Patel) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
anand visa fraud case  ચરોતરમાં વિઝા કૌભાંડ  નેધરલેન્ડ મોકલવાના નામે 6 યુવાનો સાથે 10 56 લાખની છેતરપિંડી
Advertisement

Anand Visa Fraud Case: ગુજરાતમાં યુવાનોમાં વિદેશ જવાની ઘેલછા (Craze of Going Abroad) નો લાભ ઉઠાવીને એજન્ટો અને વગદાર લોકો દ્વારા છેતરપિંડી આચરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદ (Anand) જિલ્લાના ચરોતર (Charotar) પંથકમાંથી સામે આવી છે. અહીં નેધરલેન્ડ (Netherlands) દેશના વર્ક વિઝા (Work Visa) અપાવવાના બહાને 6 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) આચરવામાં આવી છે. આ સમગ્ર મામલે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 3 લોકો સામે પોલીસ ચોપડે ઓફિશિયલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Tags :
Advertisement

.

×