Anand Encounter Update: સુરેશ પરમારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ, મૃતદેહ પરિવારને સોંપાયો, જાણો સમગ્ર મામલો
Anand માં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા કુખ્યાત આરોપી સુરેશ પરમારનું પોસ્ટમોર્ટમ કરમસદ મેડિકલ કોલેજ ખાતે તબીબોની પેનલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે વીડિયોગ્રાફી પણ કરાઈ હતી. પીએમની કાર્યવાહી પૂરી થયા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો છે.
Advertisement
Anand Encounter Update: આણંદ જિલ્લાના વાસદમાં એક 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ જધન્ય અપરાધને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આ પ્રકરણના મુખ્ય અને વિકૃત માનસિકતા ધરાવતા આરોપી સુરેશ પરમાર (Suresh Parmar) ની ધરપકડ કરી લીધી હતી. જોકે તેણે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરતાં પોલીસે વળતાં જવાબમાં ફાયરિંગ કર્યું હતુ. જેમાં તે મોતને ભેટી ગયો હતો.

