Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand: પેટલાદ સહિત આજુબાજુના પંથકમાં મેઘમહેર, વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

પેટલાદ સહિત આંકલાવ, બોરસાદ અને સોજીત્રા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ મુસળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ, લાંબા સમય બાદ વરસેલા આ અમૃત સમાન વરસાદથી ચરોતરના ધરતીપુત્રોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે અને પાકને નવજીવન મળ્યું છે.
anand  પેટલાદ સહિત આજુબાજુના પંથકમાં મેઘમહેર  વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Advertisement

Anand Rain News: આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પેટલાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ (Heavy Rain) તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના આગમનને પગલે સમગ્ર પંથકના વાતાવરણમાં (Weather) અચાનક ભારે ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. સ્થાનિક લોકોએ ગુલાબી ઠંડકનો અહેસાસ કરતા ગરમીમાંથી મુક્તિ મેળવી છે. વરસાદને પગલે સમગ્ર પેટલાદ પંથકનું વાતાવરણ આહલાદક અને રોમાંચક બની ગયું છે.

Tags :
Advertisement

.

×