સરસ્વતીના ધામમાં દારૂનો અડ્ડો! સોજીત્રાની લિંબાલી શાળામાં પુસ્તકોની જગ્યાએ તિજોરીમાંથી નીકળ્યો દારૂ
School Liquor Seizure: સોજીત્રાની લિંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી 50 ખાલી અને 2 અડધી ભરેલી દારૂની બોટલો મળતા ચકચાર મચી છે. શિક્ષણના ધામમાં દારૂ મળતા શિક્ષણ જગત કલંકિત થયું છે. ઇન્ચાર્જ TPEOની ફરિયાદના આધારે પોલીસે સુરેશ મગનભાઈ માછી સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Advertisement
Sojitra News: આણંદ (Anand) જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી સરસ્વતીના ધામને લાંછન લગાવતી એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. સોજીત્રાના લિંબાલી પ્રાથમિક શાળા (Limbali Primary School) માંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળાના આચાર્યની ઓફિસની તિજોરીમાંથી 50 જેટલી ખાલી બોટલો અને ટેબલ પરથી 2 અડધી ભરેલી દારૂની બોટલ મળી આવતા સ્થાનિક વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે.

