Aravalli News: અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવણી મામલે સ્થાનિકો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજે બાયડ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
Aravalli બાયડ શહેરનું આજે બંધનું એલાન
બાયડ શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરી માટે જગ્યા ફાળવવામાં આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે આજે બાયડ શહેરમાં સ્વયંભૂ બંધનું એલાન પાળવામાં આવ્યું હતું. નાના લારી-ગલ્લાથી લઈને મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સદંતર બંધ રાખીને આ નિર્ણય સામેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Advertisement ![Navratri Banner]()
બાયડ શહેરમાં જ જગ્યા આપી મામલતદાર કચેરી બનાવવા માગણી
સ્થાનિક લોકોનું કહેવું છે કે કચેરી શહેરથી દૂર ખસેડવાને કારણે નાગરિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વાત્રક પાસે નવી મામલતદાર કચેરી બનાવવા માટે અગાઉ ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે આ કચેરી બાયડ શહેરની અંદર જ યોગ્ય જગ્યા ફાળવીને બનાવવામાં આવે. આ મામલે સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad News: અમદાવાદવાસીઓ માટે મહત્વના સમાચાર, જૂના એલિસબ્રિજથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો રસ્તો આટલા દિવસ માટે બંધ