Aravalli Rain Update: અરવલ્લીમાં મેઘતાંડવ, ધનસુરામાં 4 ઈંચ વરસાદ,માલપુર 15 મિનિટમાં જળબંબાકાર
Aravalli Rain Update: અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. ધનસુરામાં સૌથી વધુ 4 ઈંચ, સાઠંબામાં 2.5 ઈંચ તેમજ મોડાસા, બાયડ અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. માલપુરમાં 15 મિનિટમાં 1 ઈંચથી વધુ વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે અરવલ્લી માટે રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.
Advertisement
Aravalli Rain Update: અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદ (Heavy Rainfall)ને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને માલપુર (Malpur) તાલુકામાં માત્ર 15 મિનિટમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

