Fact Check: શામળાજી-રતનપુર બોર્ડર પાસે પ્લેન ક્રેશ અફવા! શું છે વાયરલ વીડિયોનું સત્ય? જાણો અહીં
Fact Check: અરવલ્લી જિલ્લાના શામળાજી-રતનપુર બોર્ડર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો. આ વાયરલ થયેલા વીડિયો પાછળનું સત્ય સામે આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર ઘટના કોઈ દુર્ઘટના નહીં પણ સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે AI દ્વારા તૈયાર કરવામાં આવેલો એક પાયાવિહોણો અને ફેક વીડિયો છે.
Advertisement
Fact Check: અરવલ્લી જિલ્લાના શામળાજી-રતનપુર બોર્ડર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ તપાસમાં આ AI જનરેટેડ બનાવટી વીડિયો હોવાનો મોટો ખુલાસો થયો છે, જેનો મુખ્ય હેતુ માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો હતો. આ ઘટના તે સાબિત કરે છે કે, આજના ડિજિટલ યુગમાં વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા મેળવવાની અંધઘેલછામાં કેટલાક લોકો હવે નૈતિકતા અને જવાબદારીના તમામ સીમાડા ઓળંગી રહ્યા છે. માત્ર થોડી લાઈક્સ અને શેર મેળવવા માટે હવે લોકો પ્લેન ક્રેશ જેવી ગંભીર ઘટનાનો ફેક વીડિયો વાયરલ કરીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

