અરવલ્લીના મેઘરજ પંથકમાં મેઘમહેર: 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ, ખેતરો પાણીમાં ગરકાવ
Meghraj Aravalli Rain Update: અરવલ્લીના મેઘરજ પંથકમાં ગાજવીજ સાથે 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિસોદરા, કંભરોડા અને શાંતિપુરા કંપા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે અને સુકાતા ચોમાસુ પાકને નવું જીવનદાન મળ્યું છે.
Advertisement
Meghraj Aravalli Rain Update: અરવલ્લી (Aravalli) જિલ્લાના મેઘરજ (Meghraj) પંથકમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મેઘરજ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંબેલાધાર વરસાદ શરૂ થયો હતો. વહીવટી તંત્રના સત્તાવાર આંકડા મુજબ, આ વિસ્તારમાં ટૂંકા સમયમાં જ 2 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. આ અચાનક વરસેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.

