Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Somvati Amavasya : સોમવતી અમાસ પર કરી લો આ ઉપાય,પિતૃઓ થશે પ્રસન્ન

પિતૃઓને સમર્પિત કરવાનો દિવસ એટલે સોમવતી અમાસ સ્નાન અને દાનની સાથે શિવ-પાર્વતીની પૂજા કરો ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થાય છે   Somvati Amavasya:પિતૃઓને સમર્પિત પિતૃપક્ષના તહેવારમાં પિતૃ દોષ દૂર કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. ભાદરવા મહિનાની...
somvati amavasya   સોમવતી અમાસ પર કરી લો આ ઉપાય પિતૃઓ થશે પ્રસન્ન
Advertisement
  • પિતૃઓને સમર્પિત કરવાનો દિવસ એટલે સોમવતી અમાસ
  • સ્નાન અને દાનની સાથે શિવ-પાર્વતીની પૂજા કરો
  • ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થાય છે

Somvati Amavasya:પિતૃઓને સમર્પિત પિતૃપક્ષના તહેવારમાં પિતૃ દોષ દૂર કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થાય છે. પરંતુ પિતૃપક્ષ પહેલાં સોમવતી અમાવસ (Somvati Amavasya)આજે છે, જે શ્રાવણ (Shraavana)મહિનાની અમાસના દિવસે છે. જો તમે સોમવતી અમાસના અવસર પર સ્નાન અને દાનની સાથે શિવ-પાર્વતીની પૂજા કરો છો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ સોમવતી અમાસ પર તમે કેટલાક સરળ ઉપાયો કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો.

Advertisement

Advertisement

સોમવતી અમાસ 2024 મુહૂર્ત

  • ભાદ્રપદ કૃષ્ણ અમાસ તિથિનો પ્રારંભઃ 2 સપ્ટેમ્બર, સોમવાર, સવારે 5.21 કલાકથી
  • ભાદ્રપદ કૃષ્ણ અમાસ તિથિની સમાપ્તિ: 3 સપ્ટેમ્બર, બુધવાર, સવારે 7.24 કલાકે
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:29 થી 05:15 સુધી
  • અભિજીત મુહૂર્ત: સવારે 11:55 થી બપોરે 12:46 સુધી
  • શ્રાદ્ધનો સમય: સવારે 11:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી

આ પણ  વાંચો -Havanમાં આહુતિ આપતાં 'સ્વાહા' શા માટે ઉચ્ચારાય છે?

સોમવતી અમાસ 2024: પૂર્વજોને આ રીતે કરો પ્રસન્ન

  • સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો. સૂર્યદેવની પૂજા કરો. પછી તમારા પૂર્વજોને યાદ કરો. તેમનું આહ્વાન કર્યા પછી તેમને પાણી, કાળા તલ અને સફેદ ફૂલ અર્પણ કરો. આ જળ પ્રાપ્ત કર્યા પછી તેઓ સંતુષ્ટ થશે, જેનાથી તેમનો ક્રોધ દૂર થશે અને તેઓ તમને આશીર્વાદ આપશે.
  • સોમવતી અમાસ પર તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકો છો. પિતૃદોષને શાંત કરવા માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે. તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.
  • સોમવતી અમાસના અવસર પર પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમે સાંજે અંધારું થયા બાદ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો. આ દીવો સરસવના તેલનો કરવો જોઈએ.
  • સોમવતી અમાસના દિવસે સવારે ભોજન તૈયાર કરો અને તેનો થોડો ભાગ પિતૃઓને અર્પણ કરો. આ ભોજન ગાય, કાગડા, કૂતરા વગેરે દ્વારા પિતૃઓ સુધી પહોંચે છે. તે મળ્યા પછી તેઓ સંતુષ્ટ થાય છે. આને પંચબલી કર્મ કહે છે.

આ પણ  વાંચો-The Power of Prayer-પ્રાર્થનાનો વૈજ્ઞાનિક ચમત્કાર

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ગુજરાત ફર્સ્ટ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

Tags :
Advertisement

.

×