Ethanol Blended Petrol થી દેશને મોટો ફાયદો! માઈલેજ અને ઇન્સ્યોરન્સની અફવાઓ પર કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા
Ethanol Blended Petrol : દેશમાં એથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, એથેનોલ બ્લેન્ડિંગથી ભારતે ₹1.90 લાખ કરોડની વિદેશી મુદ્રા બચાવી, કાચા તેલની આયાત ઘટાડી અને ખેડૂતોને ₹1.60 લાખ કરોડની ચૂકવણી કરી છે. સાથે જ માઇલેજ અને ઇન્સ્યોરન્સ સંબંધિત અફવાઓને પણ ફગાવી છે.
Advertisement
Ethanol Blended Petrol : દેશમાં એથેનોલ મિશ્રિત પેટ્રોલ (Ethanol Blended Petrol) ના વેચાણ અને તેની અસરો પર ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી (Union Petroleum Minister) હરદીપ સિંહ પુરીએ ગુરુવારે એક અત્યંત મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, એથેનોલ પ્રોગ્રામના કારણે વર્ષ 2014-15 થી મે 2026 વચ્ચેના ગાળામાં દેશને ₹1.90 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રા (Foreign Exchange) ની જંગી બચત થઈ છે. આ ઉપરાંત, પાછલા 11 વર્ષોમાં ભારતે અંદાજે 310 લાખ મેટ્રિક ટનથી વધુ કાચા તેલ (Crude Oil) ની આયાતમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.

