240 mm ઊંચી છત, 21-ઇંચના એલોય વ્હીલ
Hyundai Palisade High Roofમાં સામાન્ય મોડલની સરખામણીમાં છતની ઊંચાઈ 240 mm વધારવામાં આવી છે, જેના કારણે SUVની કુલ ઊંચાઈ 2,005 mm થઈ જાય છે. ઊંચી છત ઉપરાંત તેમાં ખાસ રૂફ ગાર્નિશ, બ્લેક ડેલાઇટ ઓપનિંગ મોલ્ડિંગ અને Pirelli ટાયર સાથે 21-ઇંચના એલોય વ્હીલ્સ (Alloy Wheels) આપવામાં આવ્યા છે.
Rolls-Royce જેવી ‘Starlight Sky’ થીમ
આ SUVના ઈન્ટિરિયરની સૌથી મોટી ખાસિયત તેનું ‘Starlight Sky Headliner’ છે. આ સિસ્ટમ લક્ઝરી કાર્સથી પ્રેરિત છે અને ખાસ કરીને Rolls-Royceના સ્ટેરી સ્કાય ઈન્ટિરિયર જેવી લાગણી આપે છે. એમ્બિયન્ટ લાઇટિંગ (Ambient Lighting)ને છત સુધી લઈ જવામાં આવી છે. હેડલાઈનરમાં નાના ડોટ-પેટર્નવાળી લાઈટ્સ આપવામાં આવી છે, જે અંધારામાં આકાશમાં ચમકતા તારાઓ જેવો અનુભવ કરાવે છે. હાઈ રૂફ વિસ્તારમાં ટુ-વે પોપ-અપ LED રીડિંગ લાઈટ્સ, 4 AC વેન્ટ્સ, ક્લાઈમેટ અને કમ્ફર્ટ કંટ્રોલ પેનલ તેમજ 21.4-ઇંચનું ફોલ્ડ-ડાઉન એન્ટરટેઇનમેન્ટ ડિસ્પ્લે મળે છે. તેના દ્વારા Netflix, Disney Plus અને YouTube જેવી એપ્સ પર વીડિયો અને ફિલ્મો જોઈ શકાય છે. ગ્રાહકોને 7-સીટર અને 9-સીટર લેઆઉટના વિકલ્પો મળે છે.
ICE અને Hybrid વર્ઝન
ICE વર્ઝનમાં 2.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 277 hp પાવર અને 422 Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે અને AWDનો વિકલ્પ પણ મળે છે. બીજી તરફ, Hybrid વર્ઝનમાં 2.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 258 hp અને 353 Nm ટોર્ક આપે છે. તેની સાથે 72 hp પાવર અને 264 Nm ટોર્ક આપતી ઇલેક્ટ્રિક મોટર જોડાયેલી છે. બંને મળીને 329 hpનું સિસ્ટમ આઉટપુટ આપે છે. હાઈબ્રિડ મોડલમાં 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને વૈકલ્પિક AWD ઉપલબ્ધ છે.
Hyundai Palisade High Roofની કિંમત
ICE વેરિઅન્ટની કિંમત KRW 72.44 મિલિયનથી KRW 77.70 મિલિયન, એટલે કે આશરે ₹49.83 લાખથી ₹53.45 લાખ છે. Hybrid વેરિઅન્ટની કિંમત KRW 78.44 મિલિયનથી KRW 83.99 મિલિયન, એટલે કે આશરે ₹53.96 લાખથી ₹57.78 લાખ છે.
2028માં ભારતમાં આવશે Palisade?
અહેવાલો અનુસાર Hyundai Palisadeને 2028માં ભારતીય બજારમાં લોન્ચ કરવાની શક્યતા છે. જોકે ભારતમાં High Roof વર્ઝન આવે તેવી શક્યતા ઓછી છે. ભારતીય ગ્રાહકો માટે કંપની માત્ર 7-સીટર, નોર્મલ રૂફ અને Hybrid પાવરટ્રેનવાળું વર્ઝન લાવી શકે છે. જોકે, આ અંગે હ્યુન્ડાઈ તરફથી હજુ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : Hyundai New Cars 2026 : Tata-Mahindra ની ઊંઘ ઉડશે! ભારતીય રસ્તાઓ પર રાજ કરવા હ્યુન્ડાઈ લાવી રહી છે 26 નવા મોડલ્સ