Indian EV Market Report : જૂન 2026માં ઇલેક્ટ્રિક કારોના વેચાણમાં 107% નો બમ્પર ઉછાળો, જાણો કઈ કંપની રહી નંબર-1
Indian EV Market Report : ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે. જૂન 2026માં EV વેચાણે 31,823 યુનિટ્સ સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 107.75% વધુ છે. ટાટા મોટર્સે સૌથી વધુ માર્કેટ શેર જાળવી રાખ્યો છે, જ્યારે મહિન્દ્રા, JSW MG, મારુતિ સુઝુકી અને વિનફાસ્ટે પણ નોંધપાત્ર પ્રદર્શન કરીને ભારતીય EV માર્કેટમાં સ્પર્ધા વધુ તીવ્ર બનાવી છે.
Advertisement
Indian EV Market Report : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક કારો (EVs) નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જૂન 2026માં દેશમાં ઇલેક્ટ્રિક કારના વેચાણે એક નવો રેકોર્ડ (New record) સ્થાપિત કર્યો છે. 'ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન' (FADA) ના તાજેતરના રિટેલ રજીસ્ટ્રેશન આંકડા અનુસાર, જૂન 2026માં કુલ 31,823 ઇલેક્ટ્રિક કારોનું વેચાણ થયું છે. જે ગયા વર્ષે જૂન 2025માં વેચાયેલી 15,318 યુનિટ્સની સરખામણીએ 107.75% નો જોરદાર વાર્ષિક ગ્રોથ (Annual growth) દર્શાવે છે. જો આ વેચાણની સરખામણી મે 2026 સાથે કરવામાં આવે, તો જૂન મહિનામાં EV ના વેચાણમાં 19.27% નો માસિક વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં દેશભરમાં 26,682 ઇલેક્ટ્રિક કારો વેચાઈ હતી.

