Maruti Car Price Hike: તહેવારોની સિઝનમાં મોટો ઝટકો, મારુતિએ કારની કિંમતો 20,000 રૂપિયા સુધી વધારી
આગામી તહેવારો પહેલા વાહન બજારમાંથી ગાડી ખરીદવી હવે ગ્રાહકો માટે વધુ ખર્ચાળ સાબિત થશે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પસંદગીના મોડેલ પર કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી છે. કાચા માલનો ખર્ચ અને બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું છે, જેનાથી કાર પ્રેમીઓના બજેટ પર સીધી અસર પડશે.
Advertisement
Maruti Car Price Hike: આગામી તહેવારોની સિઝન પહેલા કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી વાહન નિર્માણ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પોતાની કેટલીક કારોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ પસંદગીના મોડેલ પર મહત્તમ 20,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. મે 2026 પછી કંપની દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો ભાવ વધારો છે. આ નવી કિંમતો સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી રહી છે.

