Ambaji Land Scam: મૃતક મહિલાના નામે બારોબાર દસ્તાવેજ કરી રકમ ઉપાડી લેવાઈ
Danta Land Fraud: અંબાજી (Ambaji) નજીક કુંભારીયા ગામે મૃતક મહિલાના નામે કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કલેક્ટર કચેરીમાં નકલી મહિલા ઊભી રાખી, નોટરીમાં ખોટા અંગૂઠા-સહી કરી રૂપિયા 15 લાખ ઉપાડી લેવાયા હતા. મૃતકના પુત્રની અરજી બાદ જિલ્લા કલેક્ટરે સરકારી કચેરીઓની મિલીભગત અંગે તપાસનો રિપોર્ટ માંગ્યો છે.
Advertisement
Ambaji Land Scam: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા (Danta) તાલુકાના કુંભારીયા (Kumbhariya) ગામેથી જમીન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન મૂળ માલિક મહિલાના મૃત્યુ (Death) બાદ બારોબાર ત્રીજી જ પાર્ટીના નામે ચડાવી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતક મહિલાના પુત્રએ આ અંગે ઉચ્ચ સ્તરે લેખિત અરજી (Application) કરી હતી. આ અરજી બાદ જમીન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

