આ સાથે જ આ ગીતે લોસ એન્જલસ (Los Angeles) ખાતે યોજાયેલા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સ (World Entertainment Awards) માં ‘Best Global Traditional Song’ ની કેટેગરી (Category) માં પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. આ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફળતા બાદ સિંગર આદિત્ય ગઢવી શુક્રવારે સાંજે માં અંબાના આશીર્વાદ લેવા પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે આવી પહોંચ્યા હતા.
અંબાજી મંદિરમાં ભવ્ય સ્વાગત અને મહાઆરતીમાં ભાગ લીધો
માં અંબાના દરબારમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આદિત્ય ગઢવીનું અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Temple Trust) દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે તેઓ માતાજીની પવિત્ર સંધ્યા આરતીમાં જોડાયા હતા. મંદિરના મુખ્ય મહારાજ (Priest) દ્વારા રક્ષાકવચ બાંધી તેમને વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
![]()
આ પ્રવાસ દરમિયાન આદિત્ય ગઢવીએ અંબાજી મંદિરમાં સ્થાપિત વિશ્વના સૌથી મોટા પવિત્ર ‘શ્રી યંત્ર’ ના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે મંદિરના ઐતિહાસિક ચાચર ચોકમાં એકત્રિત થયેલા ચાહકો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે અંબાજી મંદિરના ચેરમેન મિહિર પટેલ અને મંદિરના મુખ્ય વહીવટદાર કૌશિક મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સિંગરને અભિનંદન પાઠવ્યા હતા.
![]()
ગ્રેમી એવોર્ડ્સની દોડ અને ‘અંબા મહેલ ફિલ્મ સિટી’નું કનેક્શન
આદિત્ય ગઢવીના આ સુપરહિટ ગીત "અલબેલી મતવાલી મૈયા" ને ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards) ની પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ’ (Global Music Performance) કેટેગરીમાં કન્સિડરેશન એટલે કે વિચારણા માટે મહત્વનું સ્થાન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માતાજીના અદભુત મહિમાનું વર્ણન કરતા આ લોકપ્રિય ગીતનું સંપૂર્ણ શૂટિંગ (Shooting) અંબાજી-દાંતા પાસે જ આવેલા પ્રખ્યાત ‘અંબા મહેલ ફિલ્મ સિટી’ (Amba Mahal Film City) ખાતે કરવામાં આવ્યું છે. માતાજીના ધામમાં શૂટ થયેલા ગીતે જ આજે વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. આ ગીતનું ગ્રેમી સુધી પહોંચવું અને વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ (World Entertainment Awards) મેળવવો એ સમગ્ર ગુજરાતી સંગીત જગત અને સંસ્કૃતિ માટે એક ગૌરવપૂર્ણ ઐતિહાસિક ક્ષણ છે.
![]()
પિતા યોગેશ ગઢવીએ માની હતી માં અંબાની માનતા
આ અભૂતપૂર્વ સફળતા બદલ ગર્વ અનુભવતા સિંગર આદિત્ય ગઢવીએ (Aditya Gadhvi) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય સન્માન માત્ર માં અંબાના અસીમ આશીર્વાદ અને માઈભક્તોના પ્રેમને કારણે જ શક્ય બન્યું છે. આ પ્રસંગે એક રસપ્રદ માહિતી સામે આવી છે કે, આદિત્ય ગઢવીના પિતા યોગેશ ગઢવીએ (Yogesh Gadhvi) પોતાના પુત્રના આ ગીતને ગ્રેમી એવોર્ડ જેવું સર્વોચ્ચ સન્માન મળે તે માટે માં અંબાના ચરણોમાં વિશેષ માનતા પણ માની હતી.
આ પણ વાંચો: Surat: SMC અધિકારીઓ અને નેતાઓના ત્રાસથી પાંડેસરાના વૃદ્ધ દંપત્તિએ માંગી ઇચ્છામૃત્યુ