Ambaji: શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનું ઘોડાપુર,મહા સુદ પૂનમે ઉમટી ભક્તોની ભારે ભીડ!
- મહાસુદ પૂનમે અંબાજી (Ambaji) માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
- સવારની મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ
- શક્તિદ્વાર સુધી લાંબી લાંબી લાઈનો જોવા મળી
- અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું
- અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું
- માં અંબાના દર્શન કરવા દૂરદૂરથી આવ્યા ભક્તો
Ambaji: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji Mandir) માં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ મંગળા આરતી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. શક્તિદ્વાર સુધી લાંબી-લાંબી લાઈનો લાગી હતી અને દરેક ગેટ પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. દૂર-દૂરથી આવેલા ભક્તો માતાજીના દર્શન માટે લાઈનમાં ઊભા રહીને ધીરજપૂર્વક રાહ જોતા જોવા મળ્યા.મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી અને ઝળહળતી લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ
ચાચરચોકને અલગ-અલગ પ્રકારના ફૂલોના સુંદર શણગારથી સજાવવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. આ ઉપરાંત 51 શક્તિપીઠ સર્કલને પણ રંગબેરંગી લાઈટોથી શણગારીને દિવ્ય દેખાવ આપવામાં આવ્યો હતો.મહાસુદ પૂનમના આ પવિત્ર પર્વે ભક્તોની આ અદ્ભુત ભીડ દર્શાવે છે કે માં અંબા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેટલી અટલ છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વ્યવસ્થા
દર વર્ષે આવા તહેવારો દરમિયાન અંબાજીમાં લાખો ભક્તો ઉમટે છે અને આ વખતે પણ તેનો અનુભવ થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળ દર્શન અને સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અવસરે ભક્તોએ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા અને સુખ-શાંતિની પ્રાર્થના કરી.


