Ambaji Accident: અંબાજી નજીક સર્જાયેલા અકસ્માતમાં દેવદૂત બન્યા નેતાઓ, ધારાસભ્યો અને મેયરે ઇજાગ્રસ્ત યુવકોને કરી સમયસર મદદ
Ambaji Accident: અમદાવાદથી અંબાજી માતાના દર્શને જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંબાજી નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક ગંભીર અકસ્માત પર પડી હતી, જેને પગલે તેમણે પોતાના કાફલાને રોકીને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.
Advertisement
Ambaji Accident: અમદાવાદથી અંબાજી માતાના દર્શને જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંબાજી નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક ગંભીર અકસ્માત પર પડી હતી, જેને પગલે તેમણે પોતાના કાફલાને રોકીને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓવરસ્પીડના કારણે પુરપાટ ઝડપે જઈ રહેલા ત્રણ યુવકોની બાઇક કે વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

