Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ambaji Dhuleti : શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને રંગોનો અનોખો સંગમ, હજારો ભક્તોએ ચાચર ચોકમાં રમી ધુળેટી

Ambaji : ગુજરાત અને રાજસ્થાનની સરહદ (Border) પર બિરાજમાન અને દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ (Primal Shaktipeeth) તરીકે પૂજાતા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) માં આજે ધુળેટી પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની મંગળા આરતી (Morning Prayer) પૂર્ણ થયા બાદ સમગ્ર મંદિર પરિસર ભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ambaji dhuleti   શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને રંગોનો અનોખો સંગમ  હજારો ભક્તોએ ચાચર ચોકમાં રમી ધુળેટી
Advertisement
  • અંબાજી (Ambaji) માં ધુળેટી ઉત્સાહભેર ઉજવાઈ
  • ચાચર ચોકમાં ભક્તોએ રંગોનો તહેવાર રમ્યો
  • અંબાજી શક્તિપીઠ ( Shaktipeeth) માં ગરબા અને ધુળેટીનો માહોલ
  • આદ્ય શક્તિપીઠમાં ધુળેટી (Dhuleti) ની વિશેષ ઉજવણી

Ambaji : ગુજરાત અને રાજસ્થાનની સરહદ (Border) પર બિરાજમાન અને દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ (Primal Shaktipeeth) તરીકે પૂજાતા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) માં આજે ધુળેટી પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીની મંગળા આરતી (Morning Prayer) પૂર્ણ થયા બાદ સમગ્ર મંદિર પરિસર ભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

અંબાજી (Ambaji) માં ધુળેટી ઉત્સાહભેર ઉજવાઈ

મંદિરના ઐતિહાસિક ચાચર ચોકમાં (Temple Courtyard) હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માઈભક્તોએ અબીલ, ગુલાલ, કુમકુમ અને સુકા રંગોની એકબીજા પર છોળો ઉડાડીને પરંપરાગત રીતે રંગોત્સવની (Festival of Colors) ઉજવણી કરી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ આજે અંબાજીના આંગણે જોવા મળ્યો હતો, જ્યાં ભક્તો માત્ર રંગોથી જ નહીં પરંતુ માતાજીની ભક્તિના રંગે પણ રંગાયેલા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

Ambaji-Dhuleti- Gujarat first2

આ પણ વાંચો :  LIVE:Dhuleti 2026: રાજ્યમાં ધુળેટીની ધૂમ, હિતુ કનોડિયા અને મોના થીબા સાથે Gujarat First ની ખાસ વાતચીત

ચાચર ચોકમાં ભક્તોએ રંગોનો તહેવાર રમ્યો

ઉજવણીમાં વિશેષ આકર્ષણ ત્યારે ઉમેરાયું જ્યારે ભક્તો રંગોની રમઝટ સાથે ચાચર ચોકમાં ગરબે (Garba) ઘૂમ્યા હતા. માતાજીના ગરબાની રમઝટ અને ઉડતા ગુલાલ વચ્ચે વાતાવરણ અત્યંત મનમોહક બની ગયું હતું. આ પ્રસંગે મંદિરના મહારાજ દ્વારા ઉપસ્થિત ભક્તો પર પુષ્પવર્ષા (Flower Shower) કરવામાં આવી હતી, જેને ભક્તોએ આશીર્વાદ સ્વરૂપે વધાવી લીધી હતી.

Ambaji-Dhuleti- Gujarat first2

કાજલ વશિષ્ઠે બ્રાહ્મણોને કલર લગાવ્યા

આ ઉત્સવમાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓએ (Tourists) પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી (Actress) કાજલ વશિષ્ઠે પણ અંબાજીની મુલાકાત લઈ મંદિરના બ્રાહ્મણોને તિલક કરી અને કલર લગાવીને આ પવિત્ર તહેવારની ગરિમા વધારી હતી. આમ, શ્રદ્ધાના સર્વોચ્ચ શિખર સમાન અંબાજીમાં આ વર્ષની ધુળેટી રંગો, ગરબા અને અતૂટ શ્રદ્ધા સાથે સંપન્ન થઈ હતી.

આ પણ વાંચો :  Gir Somnath: તાલાલામાં પોલીસનો સપાટો, 16,000 લિટર શંકાસ્પદ કેરીનો રસ ઝડપાયો

Tags :
Advertisement

.

×