Ambaji: પોષી પૂનમે અંબાજી પ્રાગટ્યોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર! શક્તિદ્વાર સુધી લાગી કતારો
- આજે પોષી પૂનમમાં અંબાનો પ્રાગટ્યોત્સવ
- સવારની મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર
- ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ જોડાયા આરતીમાં
- પોતાના પરિવાર સાથે મંગળા આરતીમાં જોડાયા
- મુકેશભાઈ પટેલ વર્ષોથી માતાજીના પરમ ભક્ત
- અંબાજી શક્તિદ્વાર સુધી લાંબી લાંબી લાઈનો લાગી
- દૂરદૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા
- અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો લાઈટોથી શણગારાયું
- અન્નકૂટ, શોભાયાત્રા, મહાશક્તિ યાગ સહિતના અનેક કાર્યક્રમ
Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં (Ambaji Temple) આજે પોષી પૂર્ણિમાના (Poshi Purnima) પવિત્ર અવસરે મા અંબાનો પ્રાગટ્યોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો. વહેલી સવારથી જ મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દૂરદૂરથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને પોતાની માનતા પૂરી કરી.
ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ જોડાયા આરતીમાં
ખાસ વાત એ છે કે ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ પોતાના પરિવાર સાથે સવારની મંગળા આરતીમાં જોડાયા હતા. મુકેશભાઈ વર્ષોથી માતાજીના પરમ ભક્ત છે અને આવા પવિત્ર અવસરે તેઓ હંમેશા અંબાજીની યાત્રા કરતા જોવા મળે છે.
આજે પોષી પૂનમ માં અંબાનો પ્રાગટ્યોત્સવ
સવારની મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર
ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ જોડાયા આરતીમાં
પોતાના પરિવાર સાથે મંગળા આરતીમાં જોડાયા
મુકેશભાઈ પટેલ વર્ષોથી માતાજીના પરમ ભક્ત
અંબાજી શક્તિદ્વાર સુધી લાંબી લાંબી લાઈનો લાગી
દૂરદૂરથી ભક્તો માતાજીના… pic.twitter.com/Wwu4CYbQAF— Gujarat First (@GujaratFirst) January 3, 2026
આખું મંદિર પરિસર દિવ્ય જ્યોતિથી ઝળહળી ઉઠ્યું
આ અવસરે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને ચમકતી લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે આખું મંદિર પરિસર દિવ્ય જ્યોતિથી ઝળહળી ઉઠ્યું હતું. શક્તિદ્વાર સુધી લાંબી કતારો લાગી હતી અને ભક્તોની ભારે ભીડને કારણે મંદિર પરિસરમાં આસ્થાનો મહાકુંભ જેવો માહોલ જોવા મળ્યો.
મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી પધાર્યા
આજના દિવસે અન્નકૂટ, શોભાયાત્રા, મહાશક્તિ યજ્ઞ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પોષી પૂર્ણિમા મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ખાસ મહત્ત્વ ધરાવે છે, જેના કારણે ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી પધાર્યા છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ પવિત્ર ઉત્સવથી અંબાજીમાં ભક્તિ અને ઉત્સાહનો અનેરો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Surendranagar: IAS રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ સરકારની મોટી કાર્યવાહી, શું થશે આગળ?


