Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ambaji: અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન રેકોર્ડબ્રેક આવક, ભક્તોએ છલકાવ્યો દાનનો દરિયો

Ambaji: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં (Ambaji Temple) પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભારે ઉત્સાહ સાથે દાન કર્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની ગણતરી કરવામાં આવતાં કુલ 1.48 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. આમાંથી ભંડારામાંથી 71.57 લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે બે મોટી સોનાની ભેટોની કુલ કિંમત 76.64 લાખ રૂપિયા છે.
ambaji  અંબાજી મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન રેકોર્ડબ્રેક આવક  ભક્તોએ છલકાવ્યો દાનનો દરિયો
Advertisement
  • અંબાજીમાં (Ambaji) ભંડારાની અને સોનાની ભેટ સાથે કુલ આવક 1.48 કરોડ
  • અંબાજી મંદિરના ભંડારામાંથી 71.57 લાખનું દાન મળ્યું
  • જ્યારે સોનાની 2 મોટી ભેટ આવી જેની કિંમત 76.64 લાખ
  • શુક્રવારે જય ભોલે ગ્રુપ દ્વારા 620 ગ્રામ સોનાનો મુકુટ અપાયો હતો
  • સોનાના મુકુટની કિંમત 43.51 લાખ
  • રવિવારે રાજકોટના ભક્ત દ્વારા 263 ગ્રામનો હાર અપાયો હતો

Ambaji: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં (Ambaji Temple) પોષી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભારે ઉત્સાહ સાથે દાન કર્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની ગણતરી કરવામાં આવતાં કુલ 1.48 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. આમાંથી ભંડારામાંથી 71.57 લાખ રૂપિયાનું રોકડ દાન મળ્યું છે, જ્યારે બે મોટી સોનાની ભેટોની કુલ કિંમત 76.64 લાખ રૂપિયા છે.

Ambaji Temple- Gujarat first

Advertisement

અંબાજી (Ambaji) મંદિરમાં પોષી પૂનમ પર્વ દરમિયાન રેકોર્ડબ્રેક આવક

આ પર્વ દરમિયાન ભક્તોએ મા અંબાને વિશેષ ભેટ અર્પણ કરી છે. શુક્રવારે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 620 ગ્રામ વજનનો સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 43.51 લાખ રૂપિયા છે. આ મુકુટમાં શાસ્ત્રોક્ત આકૃતિઓ જેમ કે સૂર્યકિરણો, મોરપીંછ અને સહસ્ત્ર કમળ કંડારાયા છે. રવિવારે રાજકોટના એક ભક્તે 263 ગ્રામ વજનનો સોનાનો હાર અર્પણ કર્યો, જેની કિંમત 33.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Advertisement

Ambaji Temple- Gujarat first

મા અંબા પ્રત્યે ભક્તોની આસ્થા

ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ માનવામાં આવતું અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીં પોષી પૂનમને મા અંબાના પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો અહીં ઉમટી પડે છે. આ વર્ષે પણ ભક્તોએ ભંડારો છલકાવીને પોતાની આસ્થા વ્યક્ત કરી છે.મંદિર ટ્રસ્ટ દ્વારા આ આવકનો ઉપયોગ મંદિરના વિકાસ, યાત્રાળુઓની સુવિધાઓ અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે.

Ambaji Temple- Gujarat first3

આ પણ વાંચો: Studio On Wheels: દાંતા સ્ટેટના રાજા સાહેબ સાથે ખાસ વાતચીત, જુઓ રજવાડાની રોચક અને અજાણી સફર

Tags :
Advertisement

.

×