Banaskantha: અમીરગઢ ચેકપોસ્ટ નજીક ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
Banaskantha: બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક ટેન્કર અને બાઈક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક રાજસ્થાન (Rajasthan) નો હોવાનું બહાર આવ્યું છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે.
Advertisement
Banaskantha: ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ (Amirgadh Checkpost) નજીકથી એક ભારે હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહી એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર (Tanker) અને બાઈક (Bike) વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં બાઈક સવાર યુવકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

