Ambaji Temple: ભારતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ અંબાજીના વિકાસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) દ્વારા એક મોટું યોગદાન જાહેર કરવામાં આવ્યું છે. અનંત અંબાણીના (Anant Ambani) 31મા જન્મદિવસના પાવન અવસરે રિલાયન્સ ગ્રુપ દ્વારા અંબાજી ખાતે વિવિધ લોકકલ્યાણકારી પ્રકલ્પો માટે કરોડો રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગથી આગામી સમયમાં યાત્રિકોને રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે.
અત્યાધુનિક મલ્ટીપર્પજ યાત્રીનિવાસનું નિર્માણ
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે અંદાજે 2 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે. આ ભક્તોને રાહતદરે અને સુવ્યવસ્થિત આવાસ મળી રહે તે હેતુથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (Shree Arasuri Ambaji Mata Devasthan Trust) દ્વારા નવા મલ્ટીપર્પજ યાત્રીભવન (Multipurpose Yatribhavan) બનાવવાની યોજના હાથ ધરાઈ છે. અગાઉના વિશ્રામગૃહો જર્જરિત થતા અને ગબ્બર કોરિડોર (Gabbar Corridor) પ્રોજેક્ટ હેઠળ તેને દૂર કરવામાં આવ્યા હતા.
![]()
આ પણ વાંચો: Anant Ambani Birthday: જામનગર બન્યું બોલિવૂડ હબ! જુઓ કોણ આવ્યું
વાર્ષિક 1 લાખથી વધુ યાત્રાળુઓને લાભ મળશે
નવું યાત્રીભવન અંદાજે રૂ. 13 કરોડના ખર્ચે તૈયાર થશે, જેમાં 65 રૂમ, પાર્કિંગ અને ડોર્મિટરી જેવી સુવિધાઓ હશે. આ પ્રકલ્પમાં સહભાગી થતા રિલાયન્સ દ્વારા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ફ્લોર પર 17 રૂમોના નિર્માણ માટે રૂ. 5 કરોડના દાનની ઘોષણા કરવામાં આવી છે. આ સુવિધાથી વાર્ષિક 1 લાખથી વધુ યાત્રાળુઓને લાભ મળશે.
![]()
30 લાખ ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા
માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ ભોજન વ્યવસ્થામાં પણ રિલાયન્સ દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા ચાલતા 'અંબિકા અન્નક્ષેત્ર' (Ambika Annakshetra) માં હાલ રોજ હજારો ભક્તો પ્રસાદ લે છે. રિલાયન્સ દ્વારા આગામી પાંચ વર્ષ માટે ‘જય અંબે તિથિ ભોજન’ (Jai Ambe Tithi Bhojan) યોજના અંતર્ગત કુલ રૂ. 27.50 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉમદા કાર્યથી દર વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લઈ શકશે.
અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર (Additional Collector) કૌશિક મોદીએ (Kaushik Modi) જણાવ્યું હતું કે, રિલાયન્સના આ સહયોગથી લાખો ભક્તોની સુવિધામાં વધારો થશે. આ તકે તેમણે અનંત અંબાણીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે મા અંબાને પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથના શરણમાં અનંત અંબાણી: 28 ફૂટની Rangoli એ જમાવ્યું આકર્ષણ!