Banaskantha: દાંતામાં કૂવામાં પાણી ભરવા ગયેલા 8 વર્ષના માસૂમનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
- Banaskantha: દાંતામાં કાળમુખો કૂવો
- પાણી ભરવા ગયેલા 8 વર્ષના માસૂમ કૂવામાં ડૂબ્યો
- કૂવામાં ખાબકતા બાળકનું અણધાર્યું મોત થયું
- શાળાએ જતી ઉંમરના બાળકનું કૂવામાં પડતા મોત
Banaskantha: બનાસકાંઠાના દાંતા તાલુકામાં (Danta Taluka) થી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં કૂવે પાણી ભરવા ગયેલા 8 વર્ષના માસૂમ બાળક (Innocent child) નું અકસ્માતે ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. શાળામાં અભ્યાસ કરતા રાહુલ દિનેશભાઈ ખોખરીયા નામના આ બાળકની રમત-ગમત (Sports) ની ઉંમરે અકાળે વિદાય થતાં, પરિવાર અને સમગ્ર પંથકમાં માતમ (Mourning) છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ અંબાજી ફાયર બ્રિગેડ (Ambaji Fire Brigade) અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ માસૂમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
Banaskantha: ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, દાંતા તાલુકામાં રહેતો 8 વર્ષીય રાહુલ દિનેશભાઈ ખોખરીયા કૂવે પાણી ભરવા માટે ગયો હતો. પાણી ભરતી વખતે અચાનક પગ લપસતા (Slipping feet) માસૂમ બાળક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. કૂવા (Well) માં પાણીનું સ્તર વધુ હોવાને કારણે બાળક ઊંડા પાણીમાં ગરકાવ (Sinking) થઈ ગયો હતો અને ડૂબી જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું હતું.
Banaskantha: તંત્ર દ્વારા હાથ ધરાઈ કામગીરી
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે પોલીસ, 108ની ટીમ (Team of 108) અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો---- Vadodara જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
Banaskantha: રેસ્ક્યુ ઓપરેશન
અંબાજીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે (At the scene) પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ કૂવાના ઊંડા પાણીમાંથી બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
Banaskantha: પરિવાર પર આભ ફાટ્યું
મૃતક રાહુલ માત્ર 8 વર્ષનો હતો અને તે શાળામાં અભ્યાસ કરતો હતો. ભણવાની અને રમવાની ઉંમરે જ બાળકે જીવ ગુમાવતા માતા-પિતા સહિત પરિવારજ (Family) નો પર આભ ફાટી પડ્યું છે. આ અકસ્માતને પગલે ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો---- Kutch: પૂર્વ MLA પંકજ મહેતાની ગાડીમાંથી 40 હજાર રોકડ અને બેગ ચોરાઈ, ડ્રાઈવર પર શું લગાવ્યા આરોપ?


