Banaskantha News : સ્કૂલ બહાર ખેલાયો ખુની ખેલ! પેપર આપી બહાર નીકળતા જ વિદ્યાર્થીઓ પર છરીના ઘા ઝીંકાયા!
- બનાસકાંઠા (Banaskantha) ના કાંકરેજ (Kankrej) માં વિદ્યાર્થી પર હુમલો
- કાંકરેજના રતનપુરા મોર્ડન સ્કૂલ બહાર 2 વિધાર્થી પર છરીથી હુમલો
- ધોરણ 12નું પેપર આપી બહાર નીકળતા વિધાર્થી પર જીવલેણ હુમલો
- આરોપીઓ જુની અદાવતમાં વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો
Banaskantha News : રાજ્યમાં એક તરફ બોર્ડની પરીક્ષાઓ (Board Exams) ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા (Banaskantha) ના કાંકરેજ (Kankrej) તાલુકામાંથી લોહિયાળ ઘટના સામે આવી છે. કાંકરેજની રતનપુરા મોર્ડન સ્કૂલ (Ratanpura Modern School) બહાર ધોરણ 12નું પેપર આપીને બહાર નીકળતા બે વિદ્યાર્થીઓ પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો (Deadly Attack) કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બનાસકાંઠા (Banaskantha) ના કાંકરેજ (Kankrej) માં વિદ્યાર્થી પર હુમલો
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ હુમલા પાછળ જૂની અદાવત (Old Enmity) જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. આરોપીનો શાળામાંથી દાખલો (School Leaving Certificate) કઢાવી નાખવા પાછળ ફરિયાદી વિદ્યાર્થી કારણભૂત હોવાના મનદુઃખમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આરોપીએ પોતાના સાગરીતો (Accomplices) સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે વિદ્યાર્થીઓ પર તીક્ષ્ણ હથિયાર (Sharp Weapon) વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : Gujarat Assembly Threat: ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ,સત્રની કાર્યવાહી ખોરવાઈ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ હુમલામાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ (Shihori Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ શિહોરી પોલીસ (Shihori Police) ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત કિશોરે આ મામલે શિહોરી પોલીસ મથકે ફરિયાદ (Complaint) નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ (Arrest) માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Bomb Threat : અમદાવાદની 3 મોટી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ


