Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ambaji News : આજથી અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ ટેલીકાસ્ટ, જુઓ Video

Ambaji News : ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનું ધામ છે. અંબાજીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન અર્થે આવે છે અને ભેટ પણ અર્પણ કર્તા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે હવે ભંડાર ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવી છે.
ambaji news   આજથી અંબાજી મંદિરમાં ભંડાર ગણતરીનું લાઈવ ટેલીકાસ્ટ  જુઓ video
Advertisement

Ambaji News : ગુજરાતના બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં આસ્થાનું ધામ છે. અંબાજીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન અર્થે આવે છે અને ભેટ પણ અર્પણ કર્તા હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજી (Ambaji Mandir) ખાતે હવે ભંડાર ગણતરી (Donation Counting) ની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરુપ આજથી ભંડાર ગણતરીનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું છે. હવે અંબાજી મંદિર પરિસરમાં આવેલી વિશાળ LED સ્ક્રીન પર આવતા-જતા ભક્તો આ ગણતરીની કામગીરી લાઈવ નિહાળી શકશે.

Ambaji News : સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ભંડાર ગણતરી દરમિયાન એક કર્મચારી દ્વારા દાનની રકમની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કિસ્સાએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું હતું અને ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે મંદિર ટ્રસ્ટ (Temple Trust) દ્વારા તાત્કાલિક અસરથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવાયો હતો.

Advertisement

20 CCTV કેમેરાથી બાજ નજર રખાશે

ભંડાર ગણતરીની કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભંડાર કક્ષમાં અત્યાધુનિક બનાવવા માટે 20 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે દરેક ખૂણા અને દરેક ટેબલની ગતિવિધિને કેદ કરે છે. આ તમામ કેમેરાનું રેકોર્ડિંગ સીધું મોનિટરિંગ રૂમમાં થાય છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તુરંત નજર રાખી શકાય.

Advertisement

SRP જવાનો દ્વારા સઘન ચેકિંગ

આ ઉપરાંત માત્ર કેમેરા જ નહીં, પરંતુ માનવ સુરક્ષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભંડાર કક્ષમાં જતા કે ત્યાંથી બહાર નીકળતા દરેક કર્મચારીનું SRP (State Reserve Police) ના જવાનો દ્વારા ઈન-આઉટ ચેકિંગ (In-Out Checking) કરવામાં આવે છે. આ કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે હવે ભંડારની કામગીરીમાં પારદર્શિતા (Transparency) સુનિશ્ચિત થઈ છે.

આ પણ વાંચો : Palanpur Accident News : ચડોતર ઓવરબ્રિજ પર RTO ગાડીને નડ્યો અકસ્માત, ૩ કર્મચારી ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×