Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ambaji માં 40 દિવસથી પાણી માટે પોકાર, મહિલાઓએ પંચાયત કચેરી ગજવી

અંબાજીના વોર્ડ ૨ અને 3 માં છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પંચાયતે હાલ ટેન્કરથી પાણી આપવાની ખાતરી આપી છે, પરંતુ રોષે ભરાયેલા ગ્રામજનોએ જો સમસ્યા ઉકેલાશે નહીં તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ambaji માં 40 દિવસથી પાણી માટે પોકાર  મહિલાઓએ પંચાયત કચેરી ગજવી
Advertisement
  • Ambaji ગ્રામ પંચાયતમાં પાણી મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ
  • છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા રોષ
  • વોર્ડ નંબર 2 અને 3માં પાણીની સમસ્યા

Ambaji Water Shortage: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં જ પાણીના ધાંધિયા જોવા મળ્યા છે. છેલ્લા 40 દિવસથી પીવાના પાણીની અનિયમિતતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 અને 3 ના વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ન આવતા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને પગલે આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને પંચાયત સામે પોતાની વેદના ઠાલવી છે. પાણી જેવા પાયાના પ્રશ્ને હવે જનતા લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે.

ambaji water shortage_GujaratFirst 22

Advertisement

પંચાયત કચેરીએ હોબાળો

પાણીની તંગીથી કંટાળેલી મહિલાઓ અને પુરુષોએ આજે અંબાજી ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોએ પંચાયત તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કચેરી ગજવી મૂકી હતી. પંચાયત દ્વારા અત્યાર સુધી માત્ર પોકળ આશ્વાસન આપવામાં આવતા હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. કચેરીમાં મચાવેલા હોબાળાને પગલે પંચાયતના સત્તાધીશો દોડતા થયા હતા, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ દેખાતો નથી.

Advertisement

પંચાયતે ટેન્કરથી પાણી પહોંચાડવાની ખાતરી

વિરોધ પ્રદર્શનને જોતા પંચાયત તંત્રએ તાત્કાલિક અસરથી જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં ટેન્કર (Tanker) દ્વારા પાણી પહોંચાડવાની ખાતરી (Assurance) આપી છે. અંબાજીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર સ્તરે પહોંચી છે. ગ્રામજનોનું કહેવું છે કે ટેન્કર એ માત્ર કામચલાઉ વ્યવસ્થા છે અને તેમને નિયમિત લાઈન દ્વારા પાણી મળે તેવી તેમની મુખ્ય માગ છે.

ambaji water shortage_GujaratFirst 12આંદોલનની ચીમકી  

ગ્રામજનોએ પંચાયતને શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી હલ (Permanent Solution) નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. પાણી એ પાયાની જરૂરિયાત હોવા છતાં તંત્રની બેદરકારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે પંચાયત કચેરી દ્વારા આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે.

 આ પણ વાંચોઃ Kutch ના કુંજીસરમાં ખાનગી કંપની સામે વિરોધ, કામના 8 કલાક કરો નહીં તો..!

Tags :
Advertisement

.

×