Banaskantha: આબુરોડ પોલીસે લક્ઝરી બસમાંથી 4 કરોડનું સોનું-ચાંદી ઝડપ્યું, મોટા ખુલાસા થવાની શક્યતા
બનાસકાંઠા સરહદે આબુરોડ રીકો પોલીસે માવલ ચોકી ખાતે નાકાબંધી દરમિયાન પુણેથી જોધપુર જતી ટ્રાવેલ્સ બસમાંથી ₹4 કરોડની કિંમતનું બિનહિસાબી 2.8 કિલો સોનું અને 800 ગ્રામ ચાંદી જપ્ત કર્યું છે. કાયદેસરના બિલ વગર દાગીના લઈ જતા રમેશકુમાર પ્રજાપત, ગજેન્દ્રસિંહ રાજપૂત અને ચંદુલાલ સૈનની BNSS કલમ 106 હેઠળ અટકાયત કરી હવાલા કનેક્શન અંગે તપાસ શરૂ કરાઈ છે.
Advertisement
Banaskantha News: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠાના અમીરગઢ નજીક આબુરોડ રીકો પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનું બિનહિસાબી સોનું અને ચાંદી ઝડપી પાડ્યું છે. રાજસ્થાન પોલીસ દ્વારા માવલ ચોકી ખાતે કરવામાં આવેલી ખાસ નાકાબંધી દરમિયાન, પુણેથી જોધપુર તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ શંકાસ્પદ મુસાફરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

