Banaskantha BJP ની ‘સીક્રેટ’ રણનીતિ: યાદી જાહેર કર્યા વિના જ ફોર્મ ભરાવ્યા!
Banaskantha BJPની ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના
ડીસામાં ભાજપ ઉમેદવારોને સીધા મેન્ડેડ આપશે
પાલનપુર પાલિકા ચૂંટણીમાં જોરદાર ખેંચતાણ
બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપમાં મસમોટું ગાબડું
Banaskantha BJP: બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ (BJP) માટે આ વખતે સ્થિતિ સામાન્ય દેખાઈ રહી નથી. આંતરિક અસંતોષ અને સંભવિત બળવાના ડરને કારણે ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરી નથી. તેના બદલે, પક્ષે ઉમેદવારોને ખાનગીમાં ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવા માટે સૂચના આપી દીધી છે. પાલનપુર (Palanpur) અને ડીસા (Deesa) માં આ વ્યૂહરચના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે, જેની સામે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
યાદી જાહેર ન કરવા પાછળનું ગણિત
સામાન્ય રીતે ભાજપ (BJP) તેની કેડર-બેઝ્ડ શિસ્ત માટે જાણીતું છે, પરંતુ બનાસકાંઠામાં આ વખતે ચિત્ર અલગ છે. હજુ સુધી ભાજપ એકપણ સત્તાવાર યાદી જાહેર કરી શક્યું નથી. આ પાછળનું મુખ્ય કારણ 'આંતરિક અસંતોષ' (Internal Dissatisfaction) હોવાનું મનાય છે. જો યાદી વહેલી જાહેર કરવામાં આવે તો જેમના પત્તા કપાયા છે તે ઉમેદવારો બળવો કરી શકે છે અથવા તો વિરોધ પક્ષમાં જોડાઈ શકે છે. આ ડરને કારણે ભાજપે સ્થાનિક કક્ષાએ સીધી સૂચનાઓ આપી ઉમેદવારોને પક્ષના કાર્યાલય (Party Office) બોલાવ્યા છે.
પાલનપુર નગરપાલિકાા ફોર્મ કમ્પ્લીટ કરવાની પ્રક્રિયા શરૂ
ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરી ભાજપે કાર્યાલય બોલાવ્યા
વકીલો દ્વારા ફોર્મ કમ્પ્લીટ કરવાની પ્રક્રિયા શરૂ કરી
નપામાં ભાજપના 18 કોર્પોરેટર કપાયા માત્ર 4 રિપીટ
ઉમેદવારો કાર્યાલય પહોંચ્યા અને ફોર્મ ભરવાની શરૂઆત કરી
એક સાથે તમામ… pic.twitter.com/JWlSOgDfBK— Gujarat First (@GujaratFirst) April 11, 2026
આ પણ વાંચો: Ahmedabad BJP નો જીત માટેનો માસ્ટરસ્ટ્રોક : છેલ્લી ઘડીએ આ બેઠક પર 'મૂરતિયા' બદલાયા
Banaskantha BJP એ 18 કોર્પોરેટરના પત્તા કપાયા
પાલનપુર નગરપાલિકા (Palanpur Municipality) માં ભાજપે આ વખતે નો-રિપીટ થિયરીનો કડક અમલ કર્યો હોય તેવું જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના 18 જેટલા ચાલુ કોર્પોરેટરોના પત્તા કાપી નાખવામાં આવ્યા છે અને માત્ર 4 જૂના ચહેરાઓને રિપીટ (Repeat) કરવાની તક આપવામાં આવી છે. ભાજપ કાર્યાલય ખાતે વકીલો દ્વારા ફોર્મ કમ્પ્લીટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ઉમેદવારોને ફોન આવ્યા હતા તેઓ જ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાંથી તમામ ઉમેદવારો એકસાથે મામલતદાર (Mamlatdar) કચેરી ખાતે ફોર્મ ભરવા માટે રવાના થયા હતા.
ડીસામાં યાદીને બદલે સીધા 'મેન્ડેડ'ની વ્યૂહરચના
ડીસા (Deesa) જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. તાલુકા પંચાયતની 38 બેઠકો માટે ભાજપે ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરી દીધી છે. અહીં પણ યાદી જાહેર કરવાનું ટાળીને સીધા મેન્ડેડ (Mandate) આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. ડીસામાં પણ ભાજપને બળવાનો ડર સતાવી રહ્યો છે, તેથી છેલ્લા ઘડી સુધી નામ ગુપ્ત રાખવામાં આવ્યા હતા.
સાગર માળીનો બળવો: ભાજપ માટે ચિંતાનો વિષય
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપના જ નગરસેવક અને પાણી પુરવઠા સમિતિના ચેરમેન સાગર માળીએ (Sagar Mali) અપક્ષ ઉમેદવારી નોંધાવી. સાગર માળીના પિતા પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને વોર્ડ નંબર 2 માં તેમનો ભારે દબદબો છે. સાગર માળીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, "ભાજપે ખોટા નિયમો બનાવીને મને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે, તેથી હું મારા સમર્થકોના કહેવાથી અપક્ષ લડી રહ્યો છું." તેમની આ અપક્ષ ઉમેદવારી ભાજપના સત્તાવાર ઉમેદવાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
ભાજપના પૂર્વ નગરસેવકોનું પક્ષપલટો
ભાજપના આંતરિક ડખાનો સીધો ફાયદો કોંગ્રેસ (Congress) ને મળી રહ્યો હોય તેમ જણાય છે. પાલનપુરમાં ભાજપમાં મસમોટું ગાબડું પડ્યું છે. વોર્ડ નંબર 1 ના પૂર્વ નગરસેવક શાંતિ માળી (Shanti Mali) અને તેમના પુત્ર આશિષ માળી (Ashish Mali) ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. આટલું જ નહીં, તેમની સાથે 100 થી વધુ સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે. વધુમાં, ગોપાલ સેના (Gopal Sena) ના અધ્યક્ષ નરસિંહ દેસાઈ (Narsinh Desai) પણ કોંગ્રેસના શરણે ગયા છે, જે ભાજપ માટે બનાસકાંઠામાં ચિંતાજનક સંકેત છે.
એકતરફ ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠામાં ટિકિટ ફાળવણીને લઈને ઉભો થયેલો રોષ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. જો આ અસંતોષને સમયસર ડામવામાં નહીં આવે, તો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપે મોટું નુકસાન વેઠવું પડી શકે તેમ છે.
આ પણ વાંચો: AMC Election 2026: ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ: નવા ચહેરા, નવી આશા


