Banaskantha: ધાનેરામાં મત માટે ભાજપ નેતાનું વિવાદિત નિવેદન! ‘વોટ નહીં તો ‘Water’ નહીં’?
- Banaskantha: ધાનેરામાં ભાજપ નેતાની ખુલ્લી દાદાગીરી!
- જનતાના ટેક્સના પૈસે વિકાસ, ને મત માટે નેતાની ધમકી
- 'ગાંધીનગર જવામાં અમારા પગ નહીં ઉપડે'
- મતદારોને રિઝવવાના બદલે રિસામણા કરતા નેતાજી!
- વિકાસની પાઇપલાઇન કે મતોની સોદાબાજી?
Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા (Dhanera) પંથકમાં ભાજપ નેતા ભગવાનભાઈ પટેલનું એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન (Controversial Statement) સામે આવ્યું છે. ચૂંટણી પ્રચારમાં મતદારોને સંબોધતા તેમણે વિકાસના કામોને સીધા મતદાન (Voting) સાથે જોડીને આડકતરી રીતે ધમકી આપી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ખાસ કરીને પાણી જેવી પાયાની જરૂરિયાત મુદ્દે નેતાએ જે આક્રમક તેવર બતાવ્યા છે, તેનાથી મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Banaskantha: ‘માત્ર ભૂંગળા નાખ્યા છે, પાણી આવવાનું તો બાકી છે’
સભામાં હાજર જનમેદનીને ચેતવણી આપતા ભગવાનભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભાજપને મત આપવો અનિવાર્ય (Mandatory) છે. તેમણે સરકારની કામગીરી ગણાવતા કહ્યું કે, વિસ્તારમાં 150 કરોડના માતબર ખર્ચે પાણીની પાઇપલાઇન (Pipeline) નાખવાની કામગીરી થઈ છે. જોકે, તેમણે સાથે એવો ઈશારો (Indication) પણ કર્યો કે, હાલ માત્ર ભૂંગળા જ નાખવામાં આવ્યા છે, પરંતુ જો મતદાનમાં કચાશ રહેશે તો, તે પાઇપલાઇનમાં પાણી પહોંચાડવાની પ્રક્રિયા અટકી શકે છે. આ નિવેદનથી એવો સંકેત વહેતો થયો છે કે, જો જનતા ભાજપની તરફેણમાં મતદાન નહીં કરે, તો આ કરોડોનો પ્રોજેક્ટ (Project) કાગળ પર જ રહી જશે.
આ પણ વાંચો----- Surendranagar Fire News: લીંબડીના રહેણાંક મકાનમાં ભીષણ આગનું તાંડવ, દંપતી જીવતા ભુંજાયા
Banaskantha: ‘અમારા પગ નહીં ઉપડે’
નેતાએ માત્ર પાણીના મુદ્દે જ નહીં, પરંતુ ભવિષ્યમાં થનારા કામો માટે પણ પ્રજા પર દબાણ (Pressure) બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મતદારોને સવાલ કર્યો કે, જો તમે ભાજપને વોટ નહીં આપો, તો તમારા વ્યક્તિગત કે સામાજિક કામો માટે ગાંધીનગર (Gandhinagar) સચિવાલયમાં રજૂઆત કરવા માટે અમારા પગ ત્યાં જવા નહીં ઉપડે. આ શબ્દો પાછળનો હેતુ એ હતો કે, સત્તાધારી પક્ષનો પ્રતિનિધિ જીતશે તો જ રાજ્ય સરકાર (State Government) પાસે કામ કરાવી શકાશે. મતદારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેમણે સીધી રીતે કહી દીધું કે, વિરોધ પક્ષને આપવામાં આવેલો મત વ્યર્થ (Waste) સાબિત થશે.
Banaskantha: ‘સરકાર ભાજપની છે, મત નકામો ના કરશો’
પોતાના વક્તવ્યના અંતે ભગવાનભાઈ પટેલે વાસ્તવિકતા (Reality) સમજાવતા ઉમેર્યું કે, અત્યારે ગુજરાતમાં ભાજપની જ સરકાર કાર્યરત છે. જ્યારે સત્તા પક્ષ મજબૂત હોય ત્યારે અન્ય કોઈ પક્ષને મત આપીને જનતાએ પોતાનો કિંમતી મત બગાડવો જોઈએ નહીં. આ આડકતરી ચીમકી (Threat) થકી તેમણે ધાનેરાની જનતાને એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો વિકાસ જોઈએ છે, તો ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ (Option) નથી. નેતાના આ 'સણસણતા' શબ્દો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઈ રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે આચારસંહિતાના ભંગ અંગે તપાસની માંગણી કરી શકે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
આ પણ વાંચો----- Governor Acharya Devvrat નો Junagadh પ્રવાસ, એજ્યુકેશન ફેસ્ટિવલથી લઈને પદવીદાન સુધીનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ


